ટીમ ઇન્ડિયાની જર્સીમાં પાકિસ્તાનનું નામ ગાયબ, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા નવો વિવાદ
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના મુકાબલા 'હાઇબ્રિડ મૉડલ' હેઠળ પાકિસ્તાનના ત્રણ શ

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના મુકાબલા 'હાઇબ્રિડ મૉડલ' હેઠળ પાકિસ્તાનના ત્રણ શહેર (રાવલપિંડી, કરાચી અને લાહોર)માં અને પછી દુબઇમાં રમાશે. આ ટૂર્નામેન્ટની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થશે. આ ટૂર્નામેન્ટ શરૂ થયા પહેલા જ નવો વિવાદ ઉભો થયો છે. આ ટૂર્નામેન્ટના મુખ્ય યજમાન પાકિસ્તાનનું નામ આ વખતે ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પર નહીં હોય.
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા નવો વિવાદ
પાકિસ્તાન અને દુબઇમાં રમાનાર આગામી ICC ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા એક નવો વિવાદ ઉભો થયો છે. ભારતે કથિત રીતે ટીમ ઇન્ડિયાની જર્સી પર પાકિસ્તાન (યજમાન દેશનું નામ) છપાવવા પર આપત્તિ વ્યક્ત કરી હતી. ભારત પોતાની ચેમ્પિયન્સ ટ્રોફી મેચ દુબઇમાં રમવા માટે તૈયાર છે. જોકે, પાકિસ્તાન ટૂર્નામેન્ટનં ઓફિશિયલ યજમાન છે.
PCBના એક અધિકારીએ આ ઘટના પર વાતચીત કરી છે. અધિકારીએ કહ્યું- BCCI ટીમ ઇન્ડિયાની જર્સી પર પાકિસ્તાનનું નામ ના છપાવીને 'ક્રિકેટમાં રાજકારણ' કરી રહ્યું છે. આ પહેલા ભારતીય બોર્ડે કથિત રીતે કેપ્ટન રોહિત શર્માને ચેમ્પિયન્સ ટ્રોફી માટે કેપ્ટનોની બેઠક માટે પાકિસ્તાન મોકલવાનો પણ ઇનકાર કર્યો હતો.
PCB અધિકારીએ નામ ના જણાવવાની શરત પર જણાવ્યું- BCCI ક્રિકેટમાં રાજનીતિ કરી રહ્યું છે, જે રમત માટે યોગ્ય નથી, તેમને પાકિસ્તાન આવવાનો પણ ઇનકાર કરી દીધો છે. તે પોતાના કેપ્ટનને ઉદ્દઘાટન સમારંભ માટે પાકિસ્તાન મોકલવા માંગતા નથી. હવે એવા સમાચાર છે કે તે યજમાન દેશ (પાકિસ્તાન)નું નામ પોતાની જર્સી પર છપાવવા માંગતા નથી. અમારૂ માનવું છે કે ICC આવું થવા નહીં દે અને પાકિસ્તાનનું સમર્થન કરશે.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા પોતાની ટીમને પાકિસ્તાન મોકલવાના ઇનકાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને ICCએ હાઇબ્રિડ મૉડલનો સ્વીકાર કર્યો હતો પરંતુ જર્સીના યજમાનના નામે એક નવો વિવાદ ઉભો કર્યો છે.
ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવામાં એક મહિના કરતા પણ ઓછો સમય
ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવામાં હવે લગભગ એક મહિના કરતા પણ ઓછો સમય રહી ગયો છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાને અત્યાર સુધી પોતાની ટીમ જાહેર કરી નથી. ભારતે 15 ખેલાડીઓની પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે 15 સભ્યોની ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટ કીપર), રિષભ પંત (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર
આ પણ વાંચો: રણજી ટ્રોફીમાં રમવા માટે તૈયાર છે રોહિત અને વિરાટ, નોંધી લો ટૂર્નામેન્ટનો સમય અને સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ
ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ
ગ્રુપ A- પાકિસ્તાન, ભારત, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ
ગ્રુપ B- દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઇંગ્લેન્ડ
ચેમ્પિયન્સ ટ્રોફીનો ફુલ કાર્યક્રમ
19 ફેબ્રુઆરી- પાકિસ્તાન વિરૂદ્ધ ન્યૂઝીલેન્ડ, કરાચી
20 ફેબ્રુઆરી- બાંગ્લાદેશ વિરૂદ્ધ ભારત, દુબઇ
21 ફેબ્રુઆરી- અફઘાનિસ્તાન વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકા, કરાચી
22 ફેબ્રુઆરી- ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઇંગ્લેન્ડ, લાહોર
23 ફેબ્રુઆરી- પાકિસ્તાન વિરૂદ્ધ ભારત, દુબઇ
24- ફેબ્રુઆરી- બાંગ્લાદેશ વિરૂદ્ધ ન્યૂઝીલેન્ડ, રાવલપિંડી
25 ફેબ્રુઆરી- ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકા, રાવલપિંડી
26 ફેબ્રુઆરી- અફઘાનિસ્તાન વિરૂદ્ધ ઇંગ્લેન્ડ, લાહોર
27 ફેબ્રુઆરી- પાકિસ્તાન વિરૂદ્ધ બાંગ્લાદેશ, રાવલપિંડી
28 ફેબ્રુઆરી- અફઘાનિસ્તાન વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયા, લાહોર
1 માર્ચ- દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ઇંગ્લેન્ડ, કરાચી
2 માર્ચ- ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ભારત, દુબઇ
4 માર્ચ- સેમી ફાઇનલ-1, દુબઇ
5 માર્ચ- સેમી ફાઇનલ-2, લાહોર
9 માર્ચ- ફાઇનલ, લાહોર (ભારત ફાઇનલમાં પહોંચ્યું તો દુબઇમાં રમાશે)
10 માર્ચ- રિઝર્વ ડે








