પાકિસ્તાન પાસેથી ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની છીનવાઇ શકે છે, સ્ટેડિયમ હજુ સુધી તૈયાર નથી
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન પાસેથી ચેમ્પિય

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન પાસેથી ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની છીનવાઇ શકે છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હજુ સુધી પાકિસ્તાનના 3 સ્ટેડિયમનું કામ પૂર્ણ થઇ શક્યુ નથી. આ સ્ટેડિયમના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનના 3 સ્ટેડિયમનું નિર્માણ કામ ઓગસ્ટ 2024માં શરૂ થયું હતું. 31 ડિસેમ્બર સુધી પૂર્ણ કરવાનું હતું.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને તેનું નુકસાન ચુકવવુ પડી શકે છે. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની છીનવાઇ શકે છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવામાં માત્ર 35 દિવસનો સમય બાકી છે પરંતુ આ પહેલા પાડોશી દેશમાંથી હેરાન કરનારી તસવીર સામે આવી છે.
UAEને મળી શકે છે યજમાની
એવું માનવામાં આવે છે કે જો પાકિસ્તાન પાસેથી ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની છીનવી લેવામાં આવે તો સંયુક્ત અરબ અમીરાત (UAE)ને યજમાની મળી શકે છે. જોકે, આ પહેલા ICCએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને અલ્ટીમેટમ આપ્યું છે. જેમાં કહેવામાં આવ્યું કે કોઇ પણ ભોગે અધુરા સ્ટેડિયમના કામને 25 જાન્યુઆરી સુધી પૂર્ણ કરવું પડશે. તે બાદ ICCના અધિકારી આ સ્ટેડિયમની સમીક્ષા કરશે અને પછી તે પોતાનો રિપોર્ટમાં જણાવશે કે સ્ટેડિયમ ટૂર્નામેન્ટની યજમાની માટે તૈયાર છે કે નથી.
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફીમાં કેવી હશે ભારતીય ટીમ, શું કેએલ રાહુલ-શમીને મળશે તક?
મહત્ત્વપૂર્ણ છે કે ICC ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રારંભ 19 ફેબ્રુઆરીએ થશે. પ્રથમ મુકાબલો પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની ટીમ આમને-સામને હશે. ભારતીય ટીમ પોતાના અભિયાનનો પ્રારંભ બાંગ્લાદેશ વિરૂદ્ધ કરશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો 22 ફેબ્રુઆરીએ થશે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતનો કાર્યક્રમ
ભારત ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પોતાની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ વિરૂદ્ધ રમશે જ્યારે 23 ફેબ્રુઆરીએ દુબઇમાં પાકિસ્તાન સામે મહામુકાબલો રમાશે. ભારતની અંતિમ લીગ મેચ 2 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે છે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે તમામ 8 ટીમ
ગ્રુપ-A: પાકિસ્તાન, ભારત, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ
ગ્રુપ-B: દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઇંગ્લેન્ડ








