ચેમ્પિયન્સ ટ્રોફીમાં કેવી હશે ભારતીય ટીમ, શું કેએલ રાહુલ-શમીને મળશે તક?
12 જાન્યુઆરીથી ભારત ઇંગ્લેન્ડ સામે વન ડે અને ટી-20 સિરીઝ રમશે. તે બાદ 19 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફી

12 જાન્યુઆરીથી ભારત ઇંગ્લેન્ડ સામે વન ડે અને ટી-20 સિરીઝ રમશે. તે બાદ 19 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફી રમાશે. 12 જાન્યુઆરી પહેલા ચેમ્પિયન્સ ટ્રોફી માટે તમામ ટીમોએ પોતાના નામ ICCને મોકલવાના છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી ખરાબ ફોર્મમાં જોવા મળી રહ્યાં છે. આ વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના સિલેક્ટર્સે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ પસંદ કરવા માટે વધારે મહેનત કરવી પડશે.
ફાઇનલ બાદથી ભારતે છ વન ડે મેચ રમી છે જેમાં શમી અને જાડેજાને આરામ આપવામાં આવ્યો પરંતુ રાહુલને દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકામાં દ્વિપક્ષીય સિરીઝમાં ટીમમાં જગ્યા મળી હતી. શ્રીલંકા વિરૂદ્ધ રાહુલને સિરીઝ વચ્ચે બહાર કરવામાં આવ્યો હતો. યશસ્વી જયસ્વાલને વન ડે ટીમમાં જગ્યા મળવાની સંભાવના છે.
વિકેટ કીપર તરીકે રેસમાં આ નામ
રિષભ પંત જો વિકેટ કીપિંગ માટે પ્રથમ પસંદ છે તો રાહુલને બેકઅપ રાખવાનો કોઇ મતલબ નથી. રાહુલ જો વિકેટ કીપિંગ નથી કરી રહ્યો તો બેટ્સમેન તરીકે ટીમમાં તેની જગ્યા પાક્કી નથી. ઇશાન કિશને વિજય હઝારે ટ્રોફીમાં રન નથી બનાવ્યા જ્યારે સંજુ સેમસનને શરૂઆતની મેચમાં બહાર રહ્યાં બાદ કેરળની ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી. કોચ ગૌતમ ગંભીરની ચાલે તો સેમસન તેમના પસંદગીનો હોવાને કારણે ટીમમાં આવી શકે છે.
ભારતને ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની મેચ દુબઇમાં રમાશે અને બાંગ્લાદેશ વિરૂદ્ધ પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ રમાશે. ભારતે સુરક્ષાના કારણોસર પાકિસ્તાનમાં રમવાનો ઇનકાર કર્યો છે. વ્હાઇટ બોલ ફોર્મેટમાં જાડેજાનું ફોર્મ એટલું સારૂ નથી રહ્યું અને સૂત્રોનું માનવું છે કે પસંદગી સમિતિને વન ડેમાં અક્ષર પટેલ સારો વિકલ્પ લાગે છે. વોશિંગ્ટન સુંદરની પસંદગી થશે પરંતુ કુલદીપ યાદવની ફિટનેસ પર પણ પસંદગીકારોની નજર છે.
આ પણ વાંચો: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે 22 જાન્યુઆરીથી ટૂર્નામેન્ટનો પ્રારંભ, અમદાવાદ-રાજકોટમાં પણ રમાશે મેચ
કુલદીપ યાદવનો જો ટીમમાં સમાવેશ ના થાય તો રવિ બિશ્નોઇ અથવા વરૂણ ચક્રવર્તીને તક મળી શકે છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની ફિટનેસને લઇને પસંદગી સમિતિ સામે તસવીર સ્પષ્ટ નથી. શમીએ વિજય હઝારે ટ્રોફીમાં બે મેચમાં આઠ-આઠ ઓવર ફેકી છે. જો બુમરાહ કમરની તકલીફને કારણે નથી રમી શકતો તો શમીનો અનુભવ ઉપયોગી સાબિત થઇ શકે છે. રિઝર્વ બેટ્સમેનોમાં રિન્કુ સિંહ અને તિલક વર્મામાંથી એક વિકલ્પ હોઇ શકે છે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે સંભવિત ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વરૂણ ચક્રવર્તી/ રવિ બિશ્નોઇ, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, અવેશ ખાન/મોહમ્મદ શમી, રિન્કુ સિંહ/તિલક વર્મા








