ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે 22 જાન્યુઆરીથી ટૂર્નામેન્ટનો પ્રારંભ, અમદાવાદ-રાજકોટમાં પણ રમાશે મેચ
ભારતીય ક્રિકેટ ટીમ ઘર આંગણે ઇંગ્લેન્ડ સાથે ટકરાશે. ઇંગ્લેન્ડ વચ્ચે બ્લોકબસ્ટર મુકાબલો જો

ભારતીય ક્રિકેટ ટીમ ઘર આંગણે ઇંગ્લેન્ડ સાથે ટકરાશે. ઇંગ્લેન્ડ વચ્ચે બ્લોકબસ્ટર મુકાબલો જોવા મળવાનો છે. ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સિરીઝની શરૂઆત 22 જાન્યુઆરીથી થશે. ઇંગ્લેન્ડની ટીમે ભારતમાં પાંચ મેચની ટી-20 સિરીઝ અને ત્રણ મેચની વન ડે સિરીઝ માટે પોતાની ટીમ જાહેર કરી છે. બીજી તરફ ભારતે હજુ સુધી પોતાની ટીમ જાહેર કરી નથી.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ પાંચ ટી-20 મેચ રમાશે. તે બાદ ત્રણ મેચની વન ડે સિરીઝ રમાશે. ટી-20 સિરીઝની મેચ કોલકાતા, ચેન્નાઇ, રાજકોટ, પુણે અને મુંબઇમાં રમાશે. વન ડે મેચ નાગપુર, કટક અને અમદાવાદમાં રમાશે. 22 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી વચ્ચે ટી-20 સિરીઝ રમાશે. તે બાદ 6 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી વન ડે સિરીઝ રમાશે. ટી-20 સિરીઝની મેચ સાંજ સાત વાગ્યાથી શરૂ થશે. વન ડે સિરીઝ મેચ બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 સિરીઝનો કાર્યક્રમ
22 જાન્યુઆરી- પ્રથમ ટી-20, કોલકાતા (સાંજે 7 વાગ્યાથી)
25 જાન્યુઆરી- બીજી ટી-20, ચેન્નાઇ, (સાંજે 7 વાગ્યાથી)
28 જાન્યુઆરી- ત્રીજી ટી-20, રાજકોટ (સાંજે 7 વાગ્યાથી)
31 જાન્યુઆરી- ચોથી ટી-20, પુણે (સાંજે 7 વાગ્યાથી)
2 ફેબ્રુઆરી- પાંચમી ટી-20, મુંબઇ (સાંજે 7 વાગ્યાથી)
ભારત અને ઇંગ્લન્ડની વન ડે સિરીઝનો કાર્યક્રમ
6 ફેબ્રુઆરી- પ્રથમ વન ડે, નાગપુર (બપોરે 1.30 વાગ્યાથી)
9 ફેબ્રુઆરી- બીજી વન ડે, કટક (બપોરે 1.30 વાગ્યાથી)
12 ફેબ્રુઆરી- ત્રીજી વન ડે- અમદાવાદ (બપોરે 1.30 વાગ્યાથી)
આ પણ વાંચો: BCCIની મુંબઈમાં 12 જાન્યુઆરીએ વિશેષ મીટિંગ, શું મુખ્ય કોચ ગંભીરને લઈને થશે કોઈ નિર્ણય?
ભારત વિરૂદ્ધ ઇંગ્લેન્ડની ટી-20 ટીમ- જોસ બટલર (કેપ્ટન), ફિલ સોલ્ટ, જેમી સ્મિથ, હેરી બ્રુક, બેન ડકેટ, જેકબ બીથલ, લિયામ લિવિંગસ્ટોન, રેહાન અહમદ, જેમી ઓવરટન, બ્રાયડન કાર્સે, ગસ એટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ, માર્ક વુડ અને સાકિબ મહમૂદ
ભારત વિરૂદ્ધ ઇંગ્લેન્ડની વન ડે ટીમ- જોસ બટલર (કેપ્ટન), ફિલ સોલ્ટ, જેમી સ્મિથ, હેરી બ્રુક, બેન ડકેટ, જો રૂટ, જેકબ બીથલ, લિયામ લિવિંગસ્ટોન, જેમી ઓવરટન, બ્રાયડન કાર્સે, ગસ એટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ, માર્ક વુડ,સાકિબ મહમૂદ








