મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL: દિલ્હી કેપિટલ્સે મુનાફ પટેલને સોંપી મોટી જવાબદારી, 2011માં વર્લ્ડકપ જીતાડવામાં દેખાડ્યો હતો દમ

IPL 2025ની મેગા ઓક્શન પહેલા દિલ્હી કેપિટલ્સની ટીમે 2011ના વર્લ્ડકપ વિજતા ગુજરાતના ખેલાડી મુનાફ પટેલને બોલિંગ

IPL: દિલ્હી કેપિટલ્સે મુનાફ પટેલને સોંપી મોટી જવાબદારી, 2011માં વર્લ્ડકપ જીતાડવામાં દેખાડ્યો હતો દમ

IPL 2025ની મેગા ઓક્શન પહેલા દિલ્હી કેપિટલ્સની ટીમે 2011ના વર્લ્ડકપ વિજતા ગુજરાતના ખેલાડી મુનાફ પટેલને બોલિંગ કોચ બનાવ્યા છે. આ અંગેની સત્તાવાર જાહેરાત દિલ્હી કેપિટલ્સે કરી છે. 

દિલ્હી કેપિટલ્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સની જર્સી પહેરેલો જોવા મળે છે. મુનાફ દિલ્હીની ટીમમાં જેમ્સ હોપ્સનું સ્થાન લેશે. 

આ પણ વાંચો: IPL 2025 / 'કોઈ મને ખરીદે કે નહીં, પરંતુ...', મેગા ઓક્શન પહેલા જેમ્સ એન્ડરસને જણાવ્યો તેનો પ્લાન

દિલ્હી કેપિટલ્સનના રીટેન્શન ખેલાડી

અક્ષર પટેલ: 16.5 કરોડ 
કુલદીપ યાદવ: 13.25 કરોડ 
સ્ટબ્સ: 10 કરોડ
અભિષેક પોરેલ: 4 કરોડ

અગાઉ હેમાંગ બદાનીની મુખ્ય કોચ બનાવ્યા

અગાઉ ભારતીય ટીમના ભૂતપૂર્વ મિડલ ઓર્ડર બેટ્સમેન હેમાંગ બદાનીને દિલ્હી કેપિટલ્સના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બદાનીએ રિકી પોન્ટિંગનું સ્થાન લીધું છે.

આ સમાચાર શેર કરો