મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2025 / 'કોઈ મને ખરીદે કે નહીં, પરંતુ...', મેગા ઓક્શન પહેલા જેમ્સ એન્ડરસને જણાવ્યો તેનો પ્લાન

હાલમાં જ ઈંગ્લેન્ડના દિગ્ગજ બોલર જેમ્સ એન્ડરસને IPL 2025 મેગા ઓક્શન માટે પોતાનું નામ નોંધાવ્યું હત

IPL 2025 / 'કોઈ મને ખરીદે કે નહીં, પરંતુ...', મેગા ઓક્શન પહેલા જેમ્સ એન્ડરસને જણાવ્યો તેનો પ્લાન

હાલમાં જ ઈંગ્લેન્ડના દિગ્ગજ બોલર જેમ્સ એન્ડરસને IPL 2025 મેગા ઓક્શન માટે પોતાનું નામ નોંધાવ્યું હતું. ત્યારથી આ ફાસ્ટ બોલર સતત હેડલાઈન્સમાં છે. હવે જેમ્સ એન્ડરસને કહ્યું IPL ઓક્શનમાં પોતાનું નામ નોંધાવવા પાછળ તેનો શું વિચાર છે? જેમ્સ એન્ડરસને એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, 'હું IPLમાં રમવા માંગુ છું. મને લાગે છે કે હું T20 ફોર્મેટમાં 4 ઓવર નાખવા માટે સંપૂર્ણપણે ફિટ છું. હું ફરીથી ક્રિકેટ રમવા માંગુ છું, ઓક્શનમાં કોઈ ટીમ મને ખરીદવામાં રસ દાખવશે કે નહીં તે અલગ પ્રશ્ન છે, પરંતુ હું ક્રિકેટ રમવા માંગુ છું.'

આ પણ વાંચો: IPL મેગા ઓક્શનમાં ભાગ લેશે ઈટાલીનો પહેલો ક્રિકેટર, મુંબઈ ઈન્ડિયન્સ સાથે છે ખાસ કનેક્શન

જેમ્સ એન્ડરસને આગળ કહ્યું કે, 'મને લાગે છે કે મારામાં ઘણું ક્રિકેટ બાકી છે. હું IPL 2025 સીઝનનો ભાગ બનવા માંગુ છું. જેમ્સ એન્ડરસન વધુમાં કહે છે કે હું સંપૂર્ણપણે ફિટ છું, હું સતત બોલિંગ કરી રહ્યો છું. મને લાગે છે કે જો મને કોઈપણ ટૂર્નામેન્ટમાં રમવાની તક મળે તો તે મારા માટે સારી તક હશે, પરંતુ સવાલ એ છે કે મેગા ઓક્શન પહેલા કોઈ ટીમે જેમ્સ એન્ડરસનનો સંપર્ક કર્યો છે? જેમ્સ એન્ડરસન કહે છે કે અત્યાર સુધી આઈપીએલની કોઈ ટીમે સંપર્ક કર્યો નથી, પરંતુ હું મારી ફિટનેસ પર સતત કામ કરી રહ્યો છું અને રાહ જોઈ રહ્યો છું.

એન્ડરસન માટે CSK બોલી લગાવી શકે છે

એવું માનવામાં આવે છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ IPL મેગા ઓક્શનમાં જેમ્સ એન્ડરસન માટે બોલી લગાવી શકે છે. તેમજ IPL ઈતિહાસની સૌથી સફળ ટીમોમાંની એક CSK જેમ્સ એન્ડરસનને ખેલાડી તરીકે ટીમમાં સામેલ ન કરે તો તેને બોલિંગ કોચ બનાવી શકે છે. અત્યાર સુધી ડ્વેન બ્રાવો CSK માટે બોલિંગ કોચની ભૂમિકામાં હતો, પરંતુ હવે તે કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાઈ ગયો છે. KKRએ ડ્વેન બ્રાવોને તેના નવા મેન્ટર તરીકે નિયુક્ત કર્યો છે. અગાઉ ગૌતમ ગંભીર KKRનો મેન્ટર હતો, પરંતુ હવે તે ભારતીય ટીમનો હેડ કોચ છે.

આ સમાચાર શેર કરો