Champions Trophy 2025 / આજથી શરૂ થશે ભારતનું અભિયાન, પહેલી મેચમાં બાંગ્લાદેશ સાથે થશે ટક્કર
ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા આજથી તેમના અભિયાનનો પ્રારંભ કરશે. ત્યારે પાડોશી દેશ બાંગ્લાદ

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા આજથી તેમના અભિયાનનો પ્રારંભ કરશે. ત્યારે પાડોશી દેશ બાંગ્લાદેશ સામે જ તેની પહેલી ટક્કર થવાની છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે ICC ટુર્નામેન્ટ્સમાં પ્રભુત્વસર રેકોર્ડને આગળ ધપાવવાની સાથે ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજયી શરૂઆત કરવાના ઈરાદે આજે મેદાનમાં ઉતરશે.
જ્યારે શાન્તોની આગેવાની હેઠળની બાંગ્લાદેશની ટીમને તેના હાઈપ્રોફાઈલ અને ચઢિયાતા હરિફ સામે અણધારી સફળતાની આશા છે. દુબઈમાં આજે 2:30 વાગ્યાથી વન ડે મેચની શરૂઆત થશે. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં આગવી લય મેળવતા જંગી સ્કોર ખડક્યા હતા. ટીમમાં આ વખતે હાર્દિક પંડ્યાની સાથે અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાનું સ્થાન નક્કી મનાય છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં હોટ ફેવરિટ મનાય છે.
અર્શદીપ અને કુલદીપ સ્થાન મેળવવા ફેવરિટ
ભારતીય બોલિંગ લાઈનઅપમાં અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું સ્થાન લગભગ નક્કી છે ત્યારે બીજા ફાસ્ટ બોલર તરીકે અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાને ટીમમાં તક મળશે તેવું લાગે છે. જ્યારે તેમની સાથે સ્પિન એટેકમાં કુલદીપ યાદવને સ્થાન આપવામાં આવી શકે છે. જોકે વરુણ ચક્રવર્થી પણ ટીમમાં સ્થાન મેળવવા માટે હોટ ફેવરિટ મનાય છે. જોકે બીજી બાજુ અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા જેવા ઓલરાઉન્ડર ટીમ ઈન્ડિયા માટે ઘણા મદદરૂપ થવાના છે.
અમે કોઈપણ ટીમને હરાવવા સક્ષમ: બાંગ્લાદેશી કેપ્ટન
ટીમ ઈન્ડિયા સામે મેદાને ઉતરતાં પહેલાં જ બાંગ્લાદેશી કેપ્ટને કહ્યું કે, 'અમને અંડર એસ્ટીમેટ કરવાની જરૂર નથી. અમે કોઈપણ ટીમને હરાવવા માટે સક્ષમ છીએ. હું હરીફ ટીમ વિશે નથી વિચારતો. જો અમે વ્યૂહરચનાને ફોલો કરીશું અને તેનું યોગ્ય રીતે અમલ થશે તો ચોક્કસ જીતીશું. અમારા ફાસ્ટ બોલર હાલ ફોર્મમાં છે અને તેનાથી ટીમનો જુસ્સો પણ વધ્યો છે.'
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, કે.એલ.રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પ્ત્લેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ.
બાંગ્લાદેશની સંભવિત પ્લેઈંગ ઈલેવન
સૌમ્ય સરકાર, તંજીદ હસન, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), ઝકાર અલી (વિકેટકીપર), મેહદી હસન મિરાઝ, રિશાદ હુસૈન, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન અને નાહિદ રાણા.








