મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Champions Trophy 2025: પહેલી જ મેચમાં પાકિસ્તાન હાર્યું, ન્યૂઝીલેન્ડની 60 રને જીત

પાકિસ્તાનના કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાયેલા ICC ચેમ્પિયન્સ ટ્રૉફી 2025

Champions Trophy 2025: પહેલી જ મેચમાં પાકિસ્તાન હાર્યું, ન્યૂઝીલેન્ડની 60 રને જીત

પાકિસ્તાનના કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાયેલા ICC ચેમ્પિયન્સ ટ્રૉફી 2025ના પહેલા મુકાબલામાં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 60 રનથી હરાવ્યું છે. ટૉસ હારીને પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 320 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 321 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 47.2 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ અને માત્ર 260 રન જ બનાવી શકી.

પાકિસ્તાનની પ્લેઇંગ 11: ફખર ઝમાન, બાબર આઝમ, સઈદ શકીલ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર/કેપ્ટન), સલમાન આગા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રૌફ, અબરાર અહેમદ.

ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ 11: વિલ યંગ, ડેવોન કૉનવે, કેન વિલિયમસન, ડેરિલ મિચેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), મેટ હેનરી, નાથન સ્મિથ, વિલ ઓ'રોર્ક.

ચેમ્પિયન્સ ટ્રોફી જૂથો

ગ્રુપ A: પાકિસ્તાન, ભારત, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ

ગ્રુપ B: દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઇંગ્લેન્ડ

આ સમાચાર શેર કરો