મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: પાકિસ્તાનમાં લહેરાયો તિરંગો,આ તસવીર જોઇ ભારતીયોની છાતી ગજગજ ફૂલી જશે 

ડ્રામેબાજ પાકિસ્તાન ફરી એકવાર ભારત સામે ઘૂંટણિયે પડી ગયું છે. પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થાય તે પહેલાં, કરાચી

VIDEO: પાકિસ્તાનમાં લહેરાયો તિરંગો,આ તસવીર જોઇ ભારતીયોની છાતી ગજગજ ફૂલી જશે 

ડ્રામેબાજ પાકિસ્તાન ફરી એકવાર ભારત સામે ઘૂંટણિયે પડી ગયું છે. પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થાય તે પહેલાં, કરાચીના નેશનલ સ્ટેડિયમમાં ભારતીય ત્રિરંગો લહેરાતો જોવા મળ્યો છે. આ જોઈને ભારતીયોની છાતી ગજગજ ફૂલી છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થાય તે પહેલાં, કરાચીના નેશનલ સ્ટેડિયમમાં ભારતીય ધ્વજની ગેરહાજરીને કારણે વિવાદ સર્જાયો હતો. પરંતુ હવે તેમાં સુધારો કરી લેવાયો હોય તેવું લાગે છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી નવીનતમ તસવીરોમાં, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેતા અન્ય દેશોની સાથે ભારતીય ધ્વજ પણ મૂકવામાં આવ્યો છે. 

પાકિસ્તાન બોર્ડે પોતાના સ્ટેડિયમમાં ભારતનો તિરંગો લહેરાવ્યો

થોડા દિવસો પહેલા જ્યારે પાકિસ્તાનના નેશનલ સ્ટેડિયમમાં ભારતીય ધ્વજ દેખાતો ન હતો, ત્યારે ઘણી બધી બાબતો સામે આવી હતી, પરંતુ હવે બધું બરાબર હોય તેવું લાગે છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની આજથી શરૂઆત થઈ છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં જ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં દાવો કરાયો હતો કે પાકિસ્તાનમાં તમામ દેશના રાષ્ટ્રધ્વજ ફરકાવાયા પણ ભારતનો નહીં. તેના બાદ સોશિયલ મીડિયા પર વિવાદ સર્જાયો હતો. જોકે આ વીડિયોમાં કરાયેલો દાવો હવે ફેક સાબિત થયો છે. હકીકતમાં પાકિસ્તાન બોર્ડે પોતાના સ્ટેડિયમમાં ભારતનો તિરંગો લહેરાવ્યો છે. જે સ્ટેડિમયની છત પર નહીં પણ એક ઈવેન્ટમાં લહેરાવ્યો છે. 

ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ સંબંધોમાં એક નવો વિવાદ ઉભો કર્યો

થોડા દિવસો પહેલા જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની એક કાર્યવાહીએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી. ગદ્દાફી સ્ટેડિયમનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં સ્ટેડિયમની છત પર ભારત સિવાય તમામ ભાગ લેનારા દેશોના ધ્વજ દેખાઈ રહ્યા હતા. આ ઘટનાએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ સંબંધોમાં એક નવો વિવાદ ઉભો કર્યો.

સ્ટેડિયમની છત પર ફરકાવાયેલા રાષ્ટ્રધ્વજ અંગે કોઈ વિવાદ નથી

પીસીબીના સુત્રોએ કહ્યું કે સ્ટેડિયમની છત પર ફરકાવાયેલા રાષ્ટ્રધ્વજ અંગે કોઈ વિવાદ નથી. આઈસીસીના નિયમ પ્રમાણે ચાર જ ધ્વજ ફરકાવી શકાય છે. જેમાં એક આઈસીસી ઈવેન્ટ ઓથોરિટી, બીજો પીસીબી જે ચેમ્પિયન્સ ટ્રોફીનું મેજબાન છે અને એ જ દિવસે રમનારી બે ટીમના ધ્વજ ફરકાવવામાં આવી શકે છે. 

આ સમાચાર શેર કરો