મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ભારતનો વધુ એક દુશ્મન ઠાર, પાકિસ્તાનમાં અજાણ્યા બાઇક સવારે લશ્કરના ટોપ કમાન્ડરની ગોળી મારી હત્યા કરી

પાકિસ્તાનમાં ભારતના દુશ્મનનોનો સફાયો ચાલુ છે. પાકિસ્તાનમાં અજાણ્યા બાઇક સવારે ખૈબર પખ્તુનવાના સ્વાબી

ભારતનો વધુ એક દુશ્મન ઠાર, પાકિસ્તાનમાં અજાણ્યા બાઇક સવારે લશ્કરના ટોપ કમાન્ડરની ગોળી મારી હત્યા કરી

પાકિસ્તાનમાં ભારતના દુશ્મનનોનો સફાયો ચાલુ છે. પાકિસ્તાનમાં અજાણ્યા બાઇક સવારે ખૈબર પખ્તુનવાના સ્વાબી જિલ્લામાં એક આતંકીને ઠાર માર્યો છે. આ આતંકીનું નામ-મૌલાના કાશિફ અલી છે જે કુખ્યાત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો ટોપ કમાન્ડર હતો. બાઇક સવાર બંદૂકધારીઓએ મૌલાના કાશિફ અલીને ગોળી મારી હતી.

યુવાઓનો બ્રેનવોશ કરતો હતો આતંકવાદી

આતંકવાદી કાશિફ અલી યુવાઓનો બ્રેનવોશ કરતો હતો, તે આતંકવાદી સંગઠનમાં ભરતી કરતો હતો. કાશિફ અલી કેટલીક મસ્જિદો અને મદ્રસાઓનો ઇન્ચાર્જ પણ હતો. તે આતંકવાદનો પાઠ ભણાવીને યુવાઓની આતંકવાદી સંગઠનમાં ભરતી કરતો હતો. આ સિવાય તે આતંકવાદના ટ્રેનિંગ સેન્ટરોમાં જિહાદી લેક્ચર આપવાનું પણ કામ કરતો હતો. કાશિફ અલી આતંકવાદી સંગઠન લશ્કરના રાજકીય સંગઠન PMML સાથે પણ જોડાયેલો હતો.

એક મહિનાની અંદર ચોથો આતંકી ઠાર

છેલ્લા એક મહિના દરમિયાન આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદી રહસ્યમયી પરિસ્થિતિમાં કોઇને કોઇ ઘટનામાં માર્યા ગયા છે. બે આતંકવાદી રોડ અકસ્માતમાં માર્યા ગયા હતા. એક મહિનાની અંદર કાશિફ અલી ચોથો શિકાર હતો. કાશિફ અલીના મોત બાદ આતંકવાદી સંગઠનના મોટા સરગનાઓમાં ફરી એક વખત હડકંપ મચી ગયો છે. સોશિયલ મીડિયા પર કાશિફ અલીને લઇને પાકિસ્તાન સરકાર અને તેમની જાસુસી એજન્સીઓ પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યાં છે.

આ સમાચાર શેર કરો