મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતીય ખેલાડીએ લીધો સંન્યાસ

ટીમ ઇન્ડિયાના ખેલાડી વરૂણ એરોને સંન્યાસની જાહેરાત કરી છે. 35 વર્ષની ઉંમરમાં વરૂણ એરોને રિટાયરમેન્ટ લીધુ છે. વરૂણ એરોને ભારત માટે

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતીય ખેલાડીએ લીધો સંન્યાસ

ટીમ ઇન્ડિયાના ખેલાડી વરૂણ એરોને સંન્યાસની જાહેરાત કરી છે. 35 વર્ષની ઉંમરમાં વરૂણ એરોને રિટાયરમેન્ટ લીધુ છે. વરૂણ એરોને ભારત માટે 9 વન ડે અને 9 ટેસ્ટ મેચ રમી છે. વરૂણનો IPLમાં પણ સારો રેકોર્ડ છે. તે ઘરેલુ ક્રિકેટમાં ઝારખંડ માટે રમતો હતો. 

વરૂણ એરોનનો તમામ ફોર્મેટમાંથી સંન્યાસ

વરૂણ એરોને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. વરૂણ એરોને ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા સંન્યાસની જાહેરાત કરી છે. વરૂણ એરોને લખ્યુ, 'મે છેલ્લા 20 વર્ષથી ફાસ્ટ બોલિંગ કરી છે. હું આજે ઓફિશિયલ રીતે ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરૂ છું. મારા માટે આ સફર ભગવાન, પરિવાર, મિત્રો, સાથી ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફ અને ફેન્સ વગર શક્ય નહતું. હું BCCI અને JSCAનો આભાર માનું છું.'

વરૂણ એરોનની બોલિંગ કરિયર

વરૂણ એરોન પોતાની ફાસ્ટ બોલિંગ માટે જાણીતો છે. વરૂણ એરોને ભારત માટે નવેમ્બર 2011માં ટેસ્ટ ડેબ્યૂ મેચ રમી હતી જ્યારે 2015માં અંતિમ ટેસ્ટ રમી હતી. વરૂણ એરોને ઓક્ટોબર 2011માં વન ડેમાં ડેબ્યૂ કર્યું હતું જ્યારે 2014માં અંતિમ મેચ રમી હતી. તે ભારત માટે 9 ટેસ્ટ મેચમાં 18 વિકેટ લઇ ચુક્યો છે. 9 વન ડે મેચમાં વરૂણ એરોને 11 વિકેટ ઝડપી છે.

આ પણ વાંચો: 'મને ઝેર આપવામાં આવ્યું હતું', દિગ્ગજ ખેલાડીના ચોંકાવનારા ખુલાસાથી રમત જગતમાં હોબાળો

ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની તૈયારી શરૂ કરશે પરંતુ હજુ સુધી ટીમની જાહેરાત કરવામાં આવી નથી. વરૂણની વાત કરવામાં આવે તો લાંબા સમયથી ટીમ ઇન્ડિયાની બહાર હતો. જોકે, તે ઘરેલુ મેચમાં સતત રમતો હતો. વરૂણ એરોન લિસ્ટ એની 88 મેચમાં 141 વિકેટ લઇ ચુક્યો છે જ્યારે ફર્સ્ટ ક્લાસમાં 173 વિકેટ ઝડપી છે.

આ સમાચાર શેર કરો