'મને ઝેર આપવામાં આવ્યું હતું', દિગ્ગજ ખેલાડીના ચોંકાવનારા ખુલાસાથી રમત જગતમાં હોબાળો
દુનિયાના મહાન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે જેનાથી રમત જગતમાં હોબાળો મ

દુનિયાના મહાન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે જેનાથી રમત જગતમાં હોબાળો મચી ગયો છે. જોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપન-2025 પહેલા આ દાવો કર્યો છે. જોકોવિચે દાવો કર્યો છે કે 2022માં ઓસ્ટ્રેલિયન ઓપન પહેલા જ્યારે તેની અટકાયત કરવામાં આવી હતી ત્યારે તેને ઝેર આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: બબાલ કોહલી કરે છે અને ભોગવવું આખી ટીમને પડે છે, સુનિલ ગાવસ્કરે વિરાટ પર કાઢ્યો ગુસ્સો
ઓસ્ટ્રેલિયન ઓપન-2022 પહેલા ખોટી માહિતી આપવા બદલ જોકોવિચની અટકાયત કરવામાં આવી હતી. તેના વિઝા રદ કરવામાં આવ્યા અને તેને તેના દેશમાં પાછો મોકલી દેવામાં આવ્યો. કાનૂની કાર્યવાહી દરમિયાન તે મેલબર્નની એક હોટલમાં રોકાયો હતો. જોકોવિચનો દાવો છે કે તે સમયે તેને ઝેર આપવામાં આવ્યું હતું.
શું છે સમગ્ર મામલો?
તે સમયે ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19 અંગે કડક નિયમો હતા. જોકોવિચે તે નિયમોનું પાલન નહતું કર્યું. તેને કોવિડ રસી પણ નહોતી લીધી, જેના કારણે ઘણો હોબાળો થયો. "મને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી. મને ખ્યાલ આવ્યો કે મેલબર્નની હોટલમાં મને ઝેરી ખોરાક આપવામાં આવ્યો હતો." જોકોવિચે ગોલ્ડ ક્વેસ્ટને કહ્યું.
જોકોવિચે કહ્યું કે તેને ખૂબ જ તાવ હતો જેના કારણે તેને ઘણી તકલીફ પડી રહી હતી. તેણે કહ્યું કે તેના દેશ સર્બિયા પરત ફર્યા પછી, તેણે કેટલાક ટેસ્ટ કરાવ્યા જેમાં તેની અંદર ધાતુ મળી આવી, જેમાં સીસું અને પારો શામેલ હતો. જોકોવિચે કોવિડના નિયમોનું પાલન ન કર્યું અને તેના કારણે તે 2022માં ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ ન જીતી શક્યો.
હજુ પણ લાગે છે ડર
આ વર્ષે જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લઈ રહ્યો છે. તેની નજર 25મો ગ્રાન્ડ સ્લેમ જીતવા પર છે. તે 2023માં ટૂર્નામેન્ટમાં પાછો ફર્યો અને ટાઈટલ જીત્યો હતો. જોકોવિચે કહ્યું કે જ્યારે પણ તે ઓસ્ટ્રેલિયા આવે છે ત્યારે તેને તે જૂના સમય યાદ આવે છે. "છેલ્લા થોડા સમયથી જ્યારે હું ઓસ્ટ્રેલિયા આવું છું અને પાસપોર્ટ કંટ્રોલમાંથી પસાર થાઉં છું, ત્યારે મને જૂની યાદો તાજી થઈ જાય છે. મને હજુ પણ ઈમિગ્રેશનમાંથી પસાર થવામાં અસ્વસ્થતા અનુભવાય છે." તેણે કહ્યું.








