મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs AUS / ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે જીતી સિડની ટેસ્ટ, 1-3થી સિરીઝ હાર્યું ભારત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની છેલ્લી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. આ મેચમાં ઓસ્

IND vs AUS / ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે જીતી સિડની ટેસ્ટ, 1-3થી સિરીઝ હાર્યું ભારત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની છેલ્લી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયા સામે એકતરફી જીત મેળવી હતી. આ સાથે ટીમ ઈન્ડિયા આ સિરીઝ 1-3થી હારી ગઈ હતી. તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાએ 5 મેચની સિરીઝની શરૂઆત જીત સાથે કરી હતી. પરંતુ આ પછી ટીમ ઈન્ડિયા એક પણ મેચ જીતી નહતી શકી, જેના કારણે તેને સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને ઓસ્ટ્રેલિયાની લાંબી રાહનો અંત આવ્યો હતો.

આ પણ વાંચો: કેવી રીતે થઈ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની શરૂઆત? જાણો શું છે આ નામ રાખવા પાછળનું કારણ

ભારત એક દાયકા પછી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હાર્યું

ટીમ ઈન્ડિયા માટે આ હાર ખૂબ જ પીડાદાયક છે. ટીમ ઈન્ડિયાને 10 વર્ષ બાદ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હાર મળી છે. આ પહેલા ટીમ ઈન્ડિયા 2014-15 બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં હારી હતી, ત્યારે ઓસ્ટ્રેલિયા 2-0થી જીત્યું હતું. આ પછી બંને ટીમો વચ્ચે 4 સિરીઝ રમાઈ અને દરેક વખતે ટીમ ઈન્ડિયા જીતી, જેમાંથી તેણે બે વખત ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં હરાવ્યું હતું. પરંતુ આ વખતે ટીમ ઈન્ડિયા આ સિદ્ધિનું પુનરાવર્તન ન કરી શકી, જેના કારણે ઓસ્ટ્રેલિયાએ એક દાયકા બાદ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી.

સિડની ટેસ્ટમાં ભારતીય બેટિંગ ફ્લોપ રહી 

સિડની ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની કમાન જસપ્રિત બુમરાહના હાથમાં હતી. તેણે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. પરંતુ ભારતની બેટિંગ ફરી એકવાર નબળી રહી હતી. ટીમ ઈન્ડિયા તેની પ્રથમ ઈનિંગમાં માત્ર 185 રન જ બનાવી શકી હતી. રિષભ પંતે આ ઈનિંગમાં સૌથી વધુ 40 રન બનાવ્યા, તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન લાંબા સમય સુધી ક્રિઝ પર ન ટકી શક્યો. ઓસ્ટ્રેલિયા તરફથી સ્કોટ બોલેન્ડે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. મિચેલ સ્ટાર્ક પણ 3 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.

જવાબમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ પણ કંઈ ખાસ નહતી, ટીમ માત્ર 181 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રસિદ્ધ કૃષ્ણા અને મોહમ્મદ સિરાજે 3-3 વિકેટ લઈને ટીમને કમબેક કરાવ્યું હતું અને જસપ્રિત બુમરાહ-નીતીશ રેડ્ડીને પણ 2-2 સફળતા મળી હતી. બીજી તરફ, બ્યુ વેબસ્ટરે આ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ 57 રન બનાવ્યા. આ તેની ડેબ્યુ મેચ હતી.

લીડ મેળવવાનો પણ લાભ ન મળ્યો 

ભારતીય બોલરોએ પ્રથમ ઈનિંગમાં સારી બોલિંગ કરી હતી, જેના કારણે ટીમને 4 રનની લીડ મળી હતી. પરંતુ બીજી ઈનિંગમાં પણ ભારતીય બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. આ વખતે પણ માત્ર રિષભ પંતનું બેટ ચાલ્યું હતું. રિષભ પંતે 33 બોલમાં 61 રનની ઝડપી ઈનિંગ રમી હતી, પરંતુ આ પછી પણ ટીમ ઈન્ડિયા માત્ર 157 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી અને ઓસ્ટ્રેલિયાને 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાને આ ટાર્ગેટ ચેઝ કરવામાં કોઈ મુશ્કેલીનો સામનો નહતો કરવો પડ્યો અને તે આસાનીથી જીતી ગયું હતું.

આ સમાચાર શેર કરો