8 વર્ષ પછી થઈ રહી છે ચેમ્પિયન્સ ટ્રોફીની વાપસી, પાકિસ્તાનને સોપાઈ યજમાની, અહીં જાણો ટૂર્નામેન્ટની દરેક વિગત
ચેમ્પિયન્સ ટ્રોફી 8 વર્ષ પછી પરત ફરી રહી છે. આ ટૂર્નામેન્ટ છેલ્લે 2017માં રમાઈ

ચેમ્પિયન્સ ટ્રોફી 8 વર્ષ પછી પરત ફરી રહી છે. આ ટૂર્નામેન્ટ છેલ્લે 2017માં રમાઈ હતી. ઈંગ્લેન્ડમાં રમાયેલી આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની ટીમ વિજેતા બની હતી. હવે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાનને સોંપવામાં આવી છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેચોનું આયોજન રાવલપિંડી, લાહોર અને કરાચીમાં થશે.
આ પણ વાંચો: Champions Trophy 2025: ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ કેટલી મોંઘી? અહીં જાણો કિંમત
જોકે, ટીમ ઈન્ડિયા તેની મેચ દુબઈમાં રમશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થશે અને ફાઈનલ 9 માર્ચે રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફીના 9મા એડિશનમાં, 8 ટીમો વચ્ચે 15 મેચ રમાશે.બધી ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. સેમિફાઈનલ અને ફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો ટીમ ઈન્ડિયા સેમિફાઈનલ અને ફાઈનલમાં પહોંચે છે તો તે દુબઈમાં રમાશે. જો આવું નહીં થાય તો ફાઈનલ મેચ લાહોરમાં યોજાશે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ
- ગ્રુપ એ - પાકિસ્તાન, ભારત, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ
- ગ્રુપ બી - સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ
ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત 1998માં થઈ હતી
જો આપણે ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસ પર નજર કરીએ તો તેની શરૂઆત 1998માં થઈ હતી. પહેલા એડિશનમાં, સાઉથ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ટ્રોફી જીતી હતી. આ પછી, ન્યુઝીલેન્ડે વર્ષ 2000માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. ફાઈનલમાં ન્યુઝીલેન્ડે ટીમ ઇન્ડિયાને હરાવ્યું હતું. ચેમ્પિયન્સ ટ્રોફી 2002માં શ્રીલંકાની યજમાની હેઠળ રમાઈ હતી. જેમાં શ્રીલંકા અને ભારત સંયુક્ત વિજેતા રહ્યા હતા. કોલંબોમાં રમાયેલી ફાઈનલ મેચ અનિર્ણિત રહી હતી.
ભારતે 2006માં યજમાની કરી હતી
વેસ્ટ ઇન્ડીઝે 2004માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. આ પછી, ભારતે 2006માં ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરી હતી. આ વખતે ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ટ્રોફી જીતી હતી. 2009માં, ઓસ્ટ્રેલિયાએ બીજી વખત ટ્રોફી પર કબજો કર્યો હતો. કાંગારૂ ટીમે 2009માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું.
ભારતે 2013માં ટાઈટલ જીત્યું હતું
ટીમ ઈન્ડિયાએ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વ હેઠળની ટીમે ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડને 5 રને હરાવ્યું હતું. ચેમ્પિયન્સ ટ્રોફી છેલ્લે 2017માં રમાઈ હતી. ઈંગ્લેન્ડમાં આયોજિત આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પાકિસ્તાને ભારતને 180 રનથી હરાવ્યું હતું.
આ પણ વાંચો: WPL 2025: મહિલા પ્રીમિયર લીગનું શેડ્યૂલ જાહેર, 14 ફેબ્રુઆરીથી થશે શરૂ, 15 માર્ચે ફાઇનલ
ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ મેચ જીતનાર ટીમ
- ભારત - 18
- ઈંગ્લેન્ડ - 14
- શ્રીલંકા - 14
- વેસ્ટ ઈન્ડિઝ- 13
- ઓસ્ટ્રેલિયા - 12
- ન્યુઝીલેન્ડ - 12
- સાઉથ આફ્રિકા - 12
ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી
- મહેલા જયવર્ધને - 22 મેચ
- કુમાર સંગાકારા - 22 મેચ
- સનથ જયસૂર્યા - 20 મેચ
- શોએબ મલિક - 20 મેચ
- રાહુલ દ્રવિડ - 19 મેચ
ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
- ક્રિસ ગેલ - 791 રન
- મહેલા જયવર્ધને - 742 રન
- શિખર ધવન - 701 રન
- કુમાર સંગાકારા - 683 રન
- સૌરવ ગાંગુલી - 665 રન
આ પણ વાંચો: BCCIની રિવ્યૂ મીટિંગ વાતો લીક થઈ, હેડ કોચ ગૌતમ ગંભીર ખેલાડીઓના વર્તનથી છે નારાજ
ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
- કાઈલ મિલ્સ - 28 વિકેટ
- લસિથ મલિંગા - 25 વિકેટ
- મુથૈયા મુરલીધરન - 24 વિકેટ
- બ્રેટ લી - 22 વિકેટ
- ગ્લેન મેકગ્રા - 21 વિકેટ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સંપૂર્ણ શેડ્યૂલ
- 19 ફેબ્રુઆરી - પાકિસ્તાન vs ન્યુઝીલેન્ડ, કરાચી
- 20 ફેબ્રુઆરી - બાંગ્લાદેશ vs ભારત, દુબઈ
- 21 ફેબ્રુઆરી - અફઘાનિસ્તાન vs સાઉથ આફ્રિકા, કરાચી
- 22 ફેબ્રુઆરી - ઓસ્ટ્રેલિયા vs ઈંગ્લેન્ડ, લાહોર
- 23 ફેબ્રુઆરી - પાકિસ્તાન vs ભારત, દુબઈ
- 24 ફેબ્રુઆરી - બાંગ્લાદેશ vs ન્યુઝીલેન્ડ, રાવલપિંડી
- 25 ફેબ્રુઆરી - ઓસ્ટ્રેલિયા vs સાઉથ આફ્રિકા, રાવલપિંડી
- 26 ફેબ્રુઆરી - અફઘાનિસ્તાન vs ઈંગ્લેન્ડ, લાહોર
- 27 ફેબ્રુઆરી - પાકિસ્તાન vs બાંગ્લાદેશ, રાવલપિંડી
- 28 ફેબ્રુઆરી - અફઘાનિસ્તાન vs ઓસ્ટ્રેલિયા, લાહોર
- 1 માર્ચ- સાઉથ આફ્રિકા vs ઈંગ્લેન્ડ, કરાચી
- 2 માર્ચ - ન્યુઝીલેન્ડ vs ભારત, દુબઈ
- 4 માર્ચ - સેમિફાઈનલ-1, દુબઈ
- 5 માર્ચ - સેમિફાઈનલ-2, લાહોર
- 9 માર્ચ - ફાઈનલ, લાહોર (જો ભારત ફાઈનલમાં પહોંચશે તો દુબઈમાં રમાશે)
- 10 માર્ચ - રિઝર્વ ડે








