WPL 2025: મહિલા પ્રીમિયર લીગનું શેડ્યૂલ જાહેર, 14 ફેબ્રુઆરીથી થશે શરૂ, 15 માર્ચે ફાઇનલ
પહેલી મેચ ગુજરાત જાયન્ટ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. બરોડા અને લખનૌ બ

પહેલી મેચ ગુજરાત જાયન્ટ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. બરોડા અને લખનૌ બંને પ્રથમ વખત લીગનું આયોજન કરશે.
મહિલા પ્રીમિયર લીગ 2025 ની ત્રીજી આવૃત્તિ 14 ફેબ્રુઆરીથી શરૂ થશે. ગુરુવારે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ WPL ના સમયપત્રકની જાહેરાત કરી. પહેલી વાર, આ લીગ ચાર શહેરો - બરોડા, બેંગલુરુ, મુંબઈ અને લખનૌમાં આયોજિત થશે.
પહેલી મેચ ગુજરાત અને આરસીબી વચ્ચે રમાશે
WPL 2025 બરોડામાં નવા બનેલા BCA સ્ટેડિયમથી શરૂ થશે. પહેલી મેચ ગુજરાત જાયન્ટ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. બરોડા અને લખનૌ બંને પહેલી વાર લીગનું આયોજન કરશે જ્યારે મુંબઈ ફરીથી સ્થળ યાદીમાં પરત ફર્યું છે. WPL 2024 બેંગલુરુ અને નવી દિલ્હીમાં યોજાઈ હતી.
ફાઇનલ મુંબઈમાં યોજાશે
આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 15 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે રમાશે. બીસીસીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ડિફેન્ડિંગ ચેમ્પિયન આરસીબીનો પહેલો ઘરઆંગણેનો મુકાબલો 21 ફેબ્રુઆરીએ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે થશે જ્યાં તેઓ ભૂતપૂર્વ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે."
લખનૌમાં ચાર મેચ રમાશે
લખનૌ, જે પહેલી વાર લીગનું આયોજન કરી રહ્યું છે, તે 3 માર્ચથી યજમાન ટીમ યુપી વોરિયર્સની ચાર મેચનું આયોજન કરશે. ટુર્નામેન્ટનો અંતિમ તબક્કો મુંબઈમાં યોજાશે જેમાં પ્રતિષ્ઠિત ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા (CCI) છેલ્લી બે લીગ મેચ અને બે પ્લે-ઓફ મેચ - એલિમિનેટર (૧૩ માર્ચ) અને ફાઈનલનું આયોજન કરશે, એમ રિલીઝમાં જણાવાયું છે.
દરરોજ એક મેચ રમાશે
ટેબલ-ટોપર્સ સીધા ફાઇનલ માટે ક્વોલિફાય થશે જ્યારે બીજા અને ત્રીજા ક્રમે રહેલી ટીમો ફાઇનલમાં ભાગ લેવા માટે એલિમિનેટરમાં રમશે. પાછલી સીઝનના ફોર્મેટને ચાલુ રાખીને, દરરોજ ફક્ત એક જ મેચ રમાશે.








