મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

BCCIની રિવ્યૂ મીટિંગ વાતો લીક થઈ, હેડ કોચ ગૌતમ ગંભીર ખેલાડીઓના વર્તનથી છે નારાજ

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતીય ટીમની કારમી હાર બાદ BCCI દ્વારા યોજાયેલી રિવ્યૂ મીટિંગમાં ઘણાં ચો

BCCIની રિવ્યૂ મીટિંગ વાતો લીક થઈ, હેડ કોચ ગૌતમ ગંભીર ખેલાડીઓના વર્તનથી છે નારાજ

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતીય ટીમની કારમી હાર બાદ BCCI દ્વારા યોજાયેલી રિવ્યૂ મીટિંગમાં ઘણાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ભારતીય ટીમના ખેલાડીઓની ડ્રેસિંગ રૂમમાં અશિસ્તને લઈને હેડ કોચ ગૌતમ ગંભીર ગુસ્સે હોવાનું કહેવાઈ રહ્યું છે. તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમમાં ફેમિલી ટૂર અંગેના નિયમોમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે, આ બધું રિવ્યૂ મીટિંગ પછી જ થયું છે.

આ પણ વાંચો: જસપ્રીત બુમરાહે પોતાના બેડ રેસ્ટના સમાચાર પર મૌન તોડ્યું, પોસ્ટ કરીને લખ્યું- 'હસવું આવે છે'

ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓની અશિસ્તથી ગંભીર નારાજ

બોર્ડર ગાવસ્કર ટ્રોફી (BGT) હાર્યા બાદ રિવ્યૂ મીટિંગમાં હેડ કોચ ગૌતમ ગંભીરે ભારતીય ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓની અશિસ્ત વિશે વાત કરી હતી. મળતી માહિતી અનુસાર, રિવ્યૂ મીટિંગમાં ગૌતમ ગંભીર અને ખેલાડીઓ પરિવાર સાથે ન રહેવાના મુદ્દા પર એકમત થયા હતા. મીટિંગમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે જુનિયર અને યુવા ક્રિકેટરો સાથે કડક રહેવાની જરૂર છે. આશ્ચર્યજનક વાત એ હતી કે ઓસ્ટ્રેલિયાના દોઢ મહિનાના લાંબા પ્રવાસ દરમિયાન ટીમે માત્ર એક વખત જ સાથે મળીને ડિનર કર્યું હતું.

ખેલાડીઓ સ્થાનિક અને રાષ્ટ્રીય ટીમોને પ્રાથમિકતા નથી આપી રહ્યા

અહેવાલ અનુસાર, મીટિંગમાં હાજર એક સિનિયર ખેલાડીએ BCCIને મેચ ફી ન આપવાનું સૂચન કર્યું હતું. કારણ કે ખેલાડીઓ સ્થાનિક અને રાષ્ટ્રીય ટીમોને પ્રાથમિકતા નથી આપી રહ્યા. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, ગૌતમ ગંભીર અને BCCI વચ્ચે કોલકાતામાં ઈંગ્લેન્ડ સામેની પહેલી T20 મેચ દરમિયાન મીટિંગ થઈ શકે છે.

ભારતને મળેલી હાર બાદ BCCIએ બોલાવી હતી રિવ્યૂ મીટિંગ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી 5 ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતની 1-3થી હાર થઈ હતી. જેના કરને ભારતીય ટીમને 10 વર્ષ પછી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેની સાથે જ ભારતીય ટીમનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ના ફાઈનલમાં પહોંચવાનું સપનું રોળાઈ ગયું હતું. જેને લઈને BCCI એ 11 જાન્યુઆરીના રોજ રિવ્યૂ મીટિંગ બોલાવી હતી.

આ સમાચાર શેર કરો