37મી એકાંકી નાટ્યસ્પર્ધા : આજે જય વસાવડા, વંદના પાઠકના હસ્તે વિજેતા ટીમોને પારિતોષિક વિતરણ
ગુજરાત સમાચાર ટ્રસ્ટ અને કલાસ્મૃતિ દ્વારા આયોજિત&n

ગુજરાત સમાચાર ટ્રસ્ટ અને કલાસ્મૃતિ દ્વારા આયોજિત 37મી એકાંકી નાટ્યસ્પર્ધાના ફાઈનલ રાઉન્ડનું 7-8-9 ફેબ્રુઆરી ત્રણ દિવસ બોડકદેવ સ્થિત પંડિત દીનદલાય ઓડિટોરિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ ફાઈનલ રાઉન્ડમાં 7-8 ફેબ્રુઆરીએ કોલેજ કેટેગરીના 6 નાટકો ભજવાઈ ગયા છે. આજે 9 ફેબ્રુઆરીના દિવસે નોન કોલેજ કેટેગરીના આ 3 નાટકો ભજવાશે :
09/02/2025 - ત્રીજો દિવસ - નોન કોલેજ કેટેગરી
- 7 કલાકે - ભૂધન : રંગમ થિયેટર
- 8 કલાકે - એક ટીપું સૂરજનું : આર્ય સાગર - કરણ પટેલ
- 9 કલાકે - સીમાંતે - પંકજ લીંબાચિયા
જય વસાવડા, વંદના પાઠકના હસ્તે પારિતોષિક વિતરણ
આજે 3 નાટકોના મંચન પછી રાત્રે 10:30 વાગ્યે 37મી એકાંકી નાટ્યસ્પર્ધાની કોલેજ કેટેગરી અને નોન કોલેજ કેટેગરીની વિજેતા ટીમોને કલાસ્મૃતિના અધ્યક્ષ અને જાણીતા લેખક જય વસાવડા તેમજ જાણીતા અભિનેત્રી વંદના પાઠકના હસ્તે પારિતોષિક વિતરણ કરવાં આવશે.
આ ત્રણ નાટકો નક્કી કરેલા સમય અનુસાર તેમજ પારિતોષિક વિતરણ સમારંભ GSTVની યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@GSTVNEWS પર લાઈવ નિહાળી શકશો.




