મુખ્ય સામગ્રી પર જાઓ
ક્લાસ્મૃતિ

કલા સ્મૃતિ ખાતે જુના ફિલ્મી ગીતોના છુપા સિક્રેટ્સના રસાસ્વાદનો કાર્યક્રમ 'બિટવિન ધ લાઈન' યોજાયો

રાજ કપૂરની 'જાગતે રહો'નું 'ચીનો અરબ હમારા...' સાહિર લુધિયાણવીએ પાકિસ્તાનના

કલા સ્મૃતિ ખાતે જુના ફિલ્મી ગીતોના છુપા સિક્રેટ્સના રસાસ્વાદનો કાર્યક્રમ 'બિટવિન ધ લાઈન' યોજાયો

રાજ કપૂરની 'જાગતે રહો'નું 'ચીનો અરબ હમારા...' સાહિર લુધિયાણવીએ પાકિસ્તાનના કવિ ઈકબાલના ગીતના જવાબમાં લખેલું!

જીએસટીવી ખાતે આવેલા ગુજરાત સમાચાર ગ્રૂપના કલા પ્રકલ્પ કલાસ્મૃતિમાં રવિવારે જુના ફિલ્મી ગીતોના છુપા સિક્રેટ્સના રસાસ્વાદનો અનોખો કાર્યક્રમ 'બિટવિન ધ લાઈન' યોજાઈ ગયો. જેમાં મન્નુ શેખચલ્લી તરીકે જાણીતા હરફનમૌલા લેખક-ઈલસ્ટ્રેટર અને ફિલ્મોના અધ્યાપક લલિત લાડે શૈલેન્દ્ર, ગુલઝાર, મજરુહ સુલતાનપુરી અને સાહિર લુધિયાણવી જેવા અનેક ગીતકારોના ફિલ્મીગીતોમાં છુપાયેલી બારિકીઓ અને વાર્તાઓ વિશેના જાણ્યા-અજાણ્યા ફેક્ટ્સની રસપ્રદ શૈલીમાં ઓડિયો-વિઝ્યુઅલ પ્રસ્તુતી આપી હતી.

લલિત લાડે કહ્યું હતું કે, 'રાજ કપૂરની ફિલ્મ 'જાગતે રહો'નું ગીત 'ચીનો અરબ હમારા... હિન્દોસ્તાં હમારા... રહને કો ઘર નહિ... સારા જહાં હમારા...' સાહિર લુધિયાણવીએ પાકિસ્તાનના કવિ મોહંમદ ઈકબાલના ગીત 'ચીનો અરબ હમારા...'ના વ્યંગાત્મક જવાબમાં લખેલું. જેના પર સેન્સર બોર્ડમાં ઘણો વિવાદ થયેલો, પણ મેકર્સે એ ગીત હટાવ્યું નહોતું.' કાર્યક્રમની પૂર્ણાહુતિમાં શ્રોતાઓ સહિત સૌએ સાથે 'મેરા નામ જોકર'નું ગીત 'જીના યહાં, મરના યહાં... ઈસકે સિવા જાના કહાં...' જોવાની સાથોસાથ ગાયું પણ હતું. 

કલા સ્મૃતિ ખાતે આ પ્રકારના કાર્યક્રમો નિયમિતપણે થતા રહે છે, એની જાહેરાત અને અપડેટ્સ જોવા માટે સંસ્થાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ kala.smrutiને ફોલો કરી શકાય છે.

આ સમાચાર શેર કરો