ભાજપમાં સામેલ થયો Youtuber મનીષ કશ્યપ, BJPમાં મોટી જવાબદારી મળી શકે
બિહારમાં ચાલી રહેલી અટકળો વચ્ચે યૂ ટ્યુબર મનીષ કશ્યપ ભાજપમાં સામેલ થયા છે. તે પોતાની માતા સાથે દિલ્હી પહોંચ્યા હતા જ્ય

બિહારમાં ચાલી રહેલી અટકળો વચ્ચે યૂ ટ્યુબર મનીષ કશ્યપ ભાજપમાં સામેલ થયા છે. તે પોતાની માતા સાથે દિલ્હી પહોંચ્યા હતા જ્યાં તેમણે ભાજપની ઓફિસમાં મનોજ તિવારી અને સંજય મયૂખ સામે પાર્ટીનું સભ્યપદ મેળવ્યું હતું.
ભાજપમાં સામેલ થયા બાદ મનીષ કશ્યપે શું કહ્યું?
ભાજપમાં સામેલ થયા બાદ મનીષ કશ્યપે કહ્યું કે આ લોકોને કારણે જ હું જેલમાંથી બહાર આવ્યો અને મારા જીવનનો ખરાબ સમય સમાપ્ત થતા હું ભાજપમાં સામેલ થયો છું. બિહારને મજબૂત બનાવવાનું છે. ભાજપ સાથે મળીને હવે હું બિહારને મજબૂત કરીશ.
મનોજ તિવારીએ મનીષ કશ્યપની પ્રશંસા કરી
યૂ ટ્યુબર મનીષ કશ્યપે ભાજપમાં સામેલ થવા પર મનોજ તિવારીએ કહ્યું કે મનીષ કશ્યપ જેવો વ્યક્તિ જે જનતાના સવાલ ઉઠાવે છે તે ભાજપ સાથે છે. હું મનીષને જાણું છું, તે ગરીબો માટે કામ કરે છે, તે પીએમ મોદી સાથે જોડાયો છે. ભાજપમાં સામેલ થયા બાદ મનીષ કશ્યપે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી.
કોણ છે મનીષ કશ્યપ?
મનીષ કશ્યપનો જન્મ 9 માર્ચ 1991માં પશ્ચિમ ચંપારણ જિલ્લામાં થયો હતો. પૂણેથી એન્જિનિયરિંગ કર્યા બાદ તેને કેટલાક સમય સુધી નોકરી કરી હતી. તે બાદ બિહારના સ્થાનિક મુદ્દાને સોશિયલ મીડિયા પર શેર કરવા લાગ્યો હતો અને ધીમે ધીમે તેની યૂ ટ્યુબ ચેનલ મોટી થઇ ગઇ હતી. સચ તક નામની તેની ચેનલ સૌથી વધુ ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેને મારપીટનો એક વીડિયો શેર કર્યો હતો. મનીષ કશ્યપે લખ્યુ કે, તમિલનાડુમાં બિહારના મજૂરો સાથે મારપીટ કરવામાં આવી રહી છે.
વીડિયોને કારણે વધી મુશ્કેલી
વાયરલ વીડિયોને કારણે મનીષ કશ્યપની મુશ્કેલી વધી ગઇ હતી. તમિલનાડુ પોલીસે આ વીડિયોને ફેક ગણાવ્યો હતો. બિહારના બેતિયામાં તેના વિરૂદ્ધ સાત કેસ નોંધાયા હતા અને તમિલનાડુમાં પણ કેટલાક કેસ નોંધવામાં આવ્યા હતા. મનીષ વિરૂદ્ધ ભાજપ ધારાસભ્ય સાથે મારપીટનો કેસ પણ નોંધાયેલો હતો. મનીષ કશ્યપ 9 મહિના સુધી જેલમાં પણ રહ્યોં હતો.
જેલમાંથી બહાર આવતા જ ચર્ચામાં
9 મહિના સુધી જેલમાં રહ્યાં બાદ મનીષ કશ્યપ ચર્ચિત બની ગયો હતો, તેની યૂ ટ્યુબ ચેનલના સબસ્ક્રાઇબર પણ વધી ગયા હતા. કુલ સબસ્ક્રાઇબરની સંખ્યા 87.5 લાખની નજીક છે. આ લોકપ્રિયતાને કારણે તેને ભાજપમાં સામેલ કરવામાં આવ્યો છે. રસપ્રદ વાત આ છે કે જે ધારાસભ્ય સાથે મારપીટના કેસમાં તે જેલમાં ગયો હતો હવે તે તેની સાથે જ કામ કરતો જોવા મળશે.








