મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

યુપીમાં 10 વિધાનસભાની સીટો પર પેટાચૂંટણીનું મેદાન તૈયાર, રાજકીય અખાડામાં ફરી સાથે આવશે રાહુલ અખિલેશ?

લોકસભા ચૂંટણી બાદ સરકારનું ગઠન થઈ ચૂક્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પદભાર સંભાળ્યા બાદ ક

યુપીમાં 10 વિધાનસભાની સીટો પર પેટાચૂંટણીનું મેદાન તૈયાર, રાજકીય અખાડામાં ફરી સાથે આવશે રાહુલ અખિલેશ?

લોકસભા ચૂંટણી બાદ સરકારનું ગઠન થઈ ચૂક્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પદભાર સંભાળ્યા બાદ કેન્દ્ર સરકારે કામ શરૂ કરી દીધું છે. એવામાં હવે બધાની નજર ઉત્તર પ્રદેશની 10 વિધાનસભા સીટો પર થનારી પેટા ચૂંટણીની છે. આગામી સમયમાં મોટા સંસદીય સીટો ધરાવતા રાજ્યમાં આગામી કેટલાક મહિનામાં પેટા ચૂંટણી થવાની છે. પરંતુ સવાલ એ છે કે શું અખિલેશ અને રાહુલની દોસ્તી ચાલુ રહેશે?

આ વખતની લોકસભા ચૂંટણીમાં સત્તાધારી બીજેપી તેમજ મુખ્ય વિપક્ષી સમાજવાદી પાર્ટીના કુલ નવ ધારાસભ્યોએ ઉત્તર પ્રદેશમાં વિવિધ લોકસભા બેઠકો પરથી જીત મેળવી છે. આ સિવાય સીશામળ વિધાનસભાના ધારાસભ્ય ઈરફાન સોલંકીને આગજનીના કેસમાં 7 વર્ષની સજા ફટકારવામાં આવ્યા ધારાસભ્ય પદ ગુમાવવાની કગારે છે.

સપા સુપ્રીમો અને કન્નૌજના સાંસદ અખિલેશ યાદવે પહેલેથી જ તેમની કરહાલ વિધાનસભા બેઠક ખાલી કરી દીધી છે. આ ઉપરાંત મિલ્કીપુર (અયોધ્યા) ધારાસભ્યો અવધેશ પ્રસાદ અને લાલજી વર્માએ પણ લોકસભામાં જીત થતાં તેમની વિધાનસભા બેઠકો પરથી રાજીનામું આપ્યું છે.  

જીતનો સિલસિલો ચાલુ રાખવાનો પડકાર
રાજ્ય અને કેન્દ્રમાં મોદી-યોગી પરિબળ અને ડબલ એન્જિન સરકાર હોવા છતાં લોકસભા ચૂંટણીમાં ધાર્યા કરતાં ઓછી બેઠકો મળતાં ભાજપ માટે આ પ્રતિષ્ઠાનો જંગ બનવા જઈ રહ્યો છે. સામે SP અને કોંગ્રેસે 10 વર્ષના લાંબા દુષ્કાળ પછી યુપીમાં લોકસભા ચૂંટણીમાં હાંસલ કરેલી જીતનો દોર ચાલુ રાખવા માટે કોઈ કસર છોડશે નહીં. 

10 વિધાનસભા બેઠકો પૈકી અયોધ્યાની મિલ્કીપુર વિધાનસભા બેઠક કે જે શહેરની કાયાપલટ અને રામ મંદિરના નિર્માણ છતાં અયોધ્યામાં મળેલી હાર ભાજપના નિશાને રહેશે. ભાજપના સૂત્રોનો દાવો છે કે ફૈઝાબાદમાં પાસીના ઉમેદવાર સામે હાર્યા બાદ ભાજપ મિલ્કીપુર વિધાનસભા પેટાચૂંટણીમાં પાસીના ઉમેદવારને મેદાનમાં ઉતારવા પર વિચાર કરી રહી છે. સમાજવાદી પાર્ટી કરહલ સીટથી અખિલેશના ભત્રીજા અને મૈનપૂરીના પૂર્વ સાંસદ તેજપ્રતાપને મેદાનમાં ઉતારી શકે છે. યુપી કોંગ્રેસ પ્રભારી અવિનાશ પાંડે અને કોંગ્રેસ પ્રમુખ અજયરાયે સપા સાથે ગઠબંધન અંગે કહ્યું કે 2027ની વિધાનસભા ચૂંટણીમાં પણ સપા સાથે ગઠબંધન ચાલુ રાખશે.  સૂત્રોના જણાવ્યા મુજબ સપા કોંગ્રેસ પાર્ટીને પેટા ચૂંટણીમાં ગાઝિયાબાદ સહિત એક કે બે સીટો આપી શકે છે.  

અન્ય સીટોમાં પેટા ચૂંટણી થવાની છે તેમાં ભાજપના લાલજી વર્માની બેઠક કૈથેરી, કુંદરકી(મુરાદાબાદ) ખૈર( અલિગઢ) સદર ( ગાઝીયાબાદ) ફૂલપુર(પ્રયાગરાજ) મીરાપુર અને મઝવા( મિર્ઝાપુર) નો સમાવેશ થાય છે. 

આ સમાચાર શેર કરો