શું નીતીશ કુમારને મળશે વધુ એક તક? અમિત શાહ અને ગડકરીના નિવેદનથી વધ્યું સસ્પેન્સ
બિહરમાં ચાલી રહેલી વિધાન સભા ચૂંટણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીન

બિહરમાં ચાલી રહેલી વિધાન સભા ચૂંટણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓના નિવેદન સામે આવવા લાગ્યા છે. પહેલા નિતિન ગડકરી ત્યાર બાદ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે નીતીશ કુમારને ફરી મુખ્યમંત્રી બનાવવાને લઈને એક સવાલ પર જવાબ આપ્યો છે. તેના પછીથી જેડીયૂના પ્રમુખને ફરીથી બિહારને સંભાળવાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. જો કે, અમિત શાહે કહ્યું છે કે, NDA નીતીશ કુમારના નેતૃત્વમાં ચૂંચણી લડી રહ્યું છે.
જાણો, અમિત શાહે શું કહ્યું
એક કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું કે બિહારના નવા મુખ્યમંત્રી વિધનસભાની ચૂંટણી બાદ વિધાયક દળ નક્કી કરશે. NDA ની જીત બાદ શું નીતીશ કુમારને મુખ્યમંત્રી બનાવાશે કે નહિ તે સવાલ પર અમિત શાહે જવાબ આપ્યો કે, "હું કોણ, કોઈને મુખ્યમંત્રી બનાવવાવાળો, ગઠબંધનમાં ઘણા બધા દળ છે, ચૂંટણી બાદ જ્યારે બધા એકસાથે બેસસે ત્યારે પાર્ટીઓના નેતા પોતાના તેનની પસંદગી કરશે." તેમણે કહ્યું કે ચૂંટણી નીતીશ કુમારના નેતૃત્વ હેઠળ લડાઈ રહી છે. નીતીશ કુમાર અમારા ગઠબંધનનું નેતૃત્વ કરી રહ્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, "ન માત્ર બીજેપીને નીતીશ કુમાર પર પૂરો ભરોસો છે, પરંતુ બિહારની જનતાને પણ નીતીશ પર પૂરો ભરોસો છે." આ સાથે જ અમિત શાહે કહ્યું કે, "બિહારમાં ભાજપના વધુ ધારાસભ્ચો હોવા છતાં પણ નીતીશ કુમારે મુખ્યમંત્રી પદની શપથ લીધી." તેમણે કહ્યું, "અને હજુ પણ નીતીશ કુમારજી મુખ્યમંત્રી છે."
અમિત શાહે નીતીશ કુમારને દેશની રાજનીતિની અહેમ ધરી બતાવતા કહ્યું કે, કોંગ્રેસની સાથે ન રહ્યા. તેમણે કહ્યું, તેઓ ક્યારેય અઢી વર્ષથી વધુ કોંગ્રેસની સાથે નથી રહ્યા. એક નેતાના રૂપે તેઓનું મૂલ્યાંકન કર્યા પહેલા કોઈએ તેમના પૂરા રાજનૈતિક કરિયર પર નજર કરવી જોઈએ.
નિતિન ગડકરીએ પણ કહ્યું...
અમિત શાહની જેમ એક કાર્યક્રમમાં નિતિન ગડકરીને પણ શું તેમને લાગે છે કે, "બિહારમાં નીતીશ કુમાર ફરી મુખ્યમંત્રી બનશે કે નહિ તે સવાલ પૂછતાં તેમણે જવાબ આપ્યો કે, NDA ની સરકાર નિશ્ચિત રૂપથી બિહારની સત્તામાં ફરી આવશે. ચૂંટણી જીતીને આવેલ વિધાયક, NDA માં જોડાયેલ જેડીયૂ અને ભાજપના ઉચ્ચસ્તરીય નેતૃત્વને લઈને નિર્ણય કરશે." ગડકરીએ એમ પણ કહ્યું કે, હું ઉચ્ચસ્તરમાં નથી. આવા નિર્ણયોમાં પાર્લિયામેંટ્રી બોર્ડ ઉચ્ચ સ્તર પર હોય છે.








