Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Owaisi party AIMIM forms alliance with 2 parties in Bihar

Bihar Election: ઓવૈસીની પાર્ટીએ 2 પક્ષ સાથે કર્યું ગઠબંધન, 100 બેઠક પર ચૂંટણી લડવાની તૈયારી

Timeછેલ્લું અપડેટ : 15 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Bihar Election: ઓવૈસીની પાર્ટીએ 2 પક્ષ સાથે કર્યું ગઠબંધન, 100 બેઠક પર ચૂંટણી લડવાની તૈયારી
સોર્સ : GSTV

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ઓવૈસીની પાર્ટી AIMIMએ ભીમ આર્મી અને સ્વામી પ્રસાદ મોર્યની પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. AIMIMના પ્રદેશ અધ્યક્ષ અખ્તરૂલ ઇમાને જણાવ્યું કે ત્રણેય પાર્ટી મળીને 100 બેઠક પર ચૂંટણી લડશે જેમાંથી 25 બેઠકો પર ભીમ આર્મી ચૂંટણી લડશે. રાજકીય પક્ષો વચ્ચે ગઠબંધન અને ઉમેદવારોના નામની જાહેરાત ધીમે ધીમે થઇ રહી છે.

App Store

AIMIMએ બિહારમાં બે પક્ષ સાથે કર્યું ગઠબંધન

AIMIMના પ્રદેશ અધ્યક્ષ અખ્તરૂલ ઇમાને કહ્યું કે તેમની પાર્ટીનું ભીમ આર્મી, બસપા સાથે ગઠબંધન થઇ ગયું છે. ત્રણેય પાર્ટી મળીને 100 બેઠક પર પોતાનો ઉમેદવાર ઉતારશે. ભીમ આર્મી 25 બેઠક પર ચૂંટણી લડશે.

બિહાર વિધાનસભામાં ત્રીજુ ગઠબંધન

આ ગઠબંધનને 'ગ્રેન્ડ ડેમોક્રેટિક એલાયન્સ' નામ આપવામાં આવ્યું છે. AIMIMના પ્રદેશ અધ્યક્ષ અખ્તરૂલ ઇમાને કિશનગંજમાં આયોજિત પત્રકાર પરિષદમાં કહ્યું કે, AIMIM 35 બેઠકો પર જ્યારે આઝાદ સમાજ પાર્ટી 25 અને સ્વામી પ્રસાદ મૌર્યની પાર્ટી અપની જનતા પાર્ટી ચાર બેઠકો પર ચૂંટણી લડશે. હવે જોવાનું રહ્યું કે આ ગઠબંધનથી અન્ય પક્ષને ચૂંટણીમાં કેટલું નુકસાન થાય છે.

કેજરીવાલની AAP પણ મેદાનમાં

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટી(AAP)એ પોતાના ઉમેદવારોની બીજી યાદી પણ જાહેર કરી દીધી છે. જેમાં 48 નવા ઉમેદવારોની તક આપવામાં આવી છે. AAPએ 6 ઑક્ટોબરની પ્રથમ યાદીમાં 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. નવી યાદી સાથે AAPએ અત્યારસુધી કુલ 59 ઉમેદવારોને ટિકિટ આપી છે.