Bihar Election: નીતિશ કુમારે 57 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, જાણો કોના પત્તા કપાયા

બિહાર વિધાનસભા ચૂંટણી માટે JDU એ પોતાની પહેલી યાદી જાહેર કરી છે. નીતિશ કુમારની જેડીયુ પાર્ટીએ તેના 57 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં જાહેર થયેલી આ પહેલી યાદીમાં ઘણા જૂના ચહેરાઓની સાથે કેટલાક નવા નેતાઓને પણ સ્થાન અપાયું છે. JDUની રણનીતિ મુજબ, પાર્ટીએ સામાજિક સંતુલન અને પ્રાદેશિક સમીકરણોને ધ્યાનમાં રાખીને ટિકિટોનું વિતરણ કર્યું છે.
આ યાદીમાં મંત્રી શ્રવણ કુમાર, વિજય કુમાર ચૌધરી અને મહેશ્વર હજારી સહિત અનેક અગ્રણી નેતાઓના નામનો સમાવેશ થાય છે. જેડીયુ ટિકિટ પર ઉમેદવારી નોંધાવનાર અનંત સિંહનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે.
જેડીયુ તરફથી જારી કરાયેલા લીસ્ટમાં પહેલીવાર 4 મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. મધેપુરાથી કવિતા શાહા, ગાયઘાટથી કોમલસિંહ, સમસ્તીપુરથી અશ્વમેઘ દેવી, અને વિભૂતિપુરથી રવીના કુશવાહાને ઉતારવામાં આવ્યા છે.
જનતા દળ યુનાઇટેડના કાર્યકારી પ્રમુખ અને રાજ્યસભા સાંસદ સંજય કુમાર ઝાએ જણાવ્યું હતું કે જેડીયુની પહેલી યાદી આજે જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રી નીતિશ કુમારનો ચૂંટણી પ્રચાર ૧૬મી તારીખથી શરૂ થશે. મુખ્યમંત્રીએ પરિસ્થિતિની કાળજીપૂર્વક સમીક્ષા કર્યા પછી પહેલી યાદી જાહેર કરવાનો નિર્ણય લીધો છે. અમારી બીજી યાદી પણ એક કે બે દિવસમાં જાહેર કરવામાં આવશે.

