Video: અયોધ્યામાં દીપોત્સવની તૈયારીઓ

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં 7 નવેમ્બરના રોજ યોજાનારા ભવ્ય દીપોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દીપોત્સવને ધ્યાનમાં રાખીને સરયુ નદીના ઘાટોની સફાઈ કરવામાં આવી રહી છે અને સમગ્ર વિસ્તારને શણગારવામાં આવી રહ્યો છે. દીપોત્સવ સ્થળો પર સજાવટની કામગીરી પણ તેજ બનાવવામાં આવી છે. આ ભવ્ય આયોજનને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવા કવાયત હાથ ધરાઈ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે અયોધ્યાની મુલાકાતે આવી તૈયારીઓની સમીક્ષા કરશે. તેઓ સ્થળ પર પહોંચીને ગ્રાઉન્ડ ઇન્સ્પેક્શન પણ કરશે.
જાહેરાત








