Video: જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે સપાનું વિરોધ પ્રદર્શન, અનેકની અટકાયત

લખનઉમાં સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને બંધારણના સમર્થનમાં નારા લગાવ્યા હતા. કાર્યકરોએ ચૂંટણી પંચની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જ્ઞાનેશ કુમાર પર સવાલ ઉઠાવતા તેમના રાજીનામાની માંગ કરી હતી. સપાના કાર્યકરો હાજર રહ્યા હતા અને બંધારણ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.
જાહેરાત







