Bihar Election માટે ભાજપની 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, PM મોદી સહિત આ નેતાઓનો સોંપી જવાબદારી

ભારતીય જનતા પાર્ટી (BJP) એ 2025 ની બિહાર વિધાનસભા ચૂંટણી માટે તેના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં PM નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભોજપુરી સ્ટાર પવન સિંહ, નિરહુઆ, મનોજ તિવારી અને રવિ કિશનનો સમાવેશ થાય છે. પાર્ટીએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેને પણ સ્ટાર પ્રચારક તરીકેની યાદીમાં સ્થાન આપ્યું છે.
બિહાર વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે. રાજમાટે ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે, અને રાજકીય વાતાવરણ હવે સંપૂર્ણપણે ચૂંટણીલક્ષી છે. ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદી સાથે પાર્ટીએ પક્ષની ચૂંટણી વ્યૂહરચના અને જાતિ અને સામાજિક સમીકરણોને સંતુલિત કરવાનો પ્રયાસ પણ કર્યો છે.

