Video: 10 લાખની ભીડના દાવા સામે સંબિત પાત્રાએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

સોર્સ: gstv

દિલ્હીના રામલીલા મેદાનમાં ઈન્ડિયા બ્લોકની રેલીને લઈને ભાજપે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. ભાજપના નેતા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સમાં રામલીલા મેદાનના ફોટા અને વીડિયો રજૂ કરી કોંગ્રેસના 10 લાખ લોકોને એકત્ર કરવાના દાવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે રામલીલા મેદાનનો આશરે 40 ટકા વિસ્તાર ખાલી જોવા મળ્યો હતો. પાત્રાના દાવા મુજબ રેલીમાં કુલ 28 હજાર ખુરશીઓ ગોઠવવામાં આવી હતી, જેમાંથી 5થી 7 હજાર ખુરશીઓ ખાલી હતી. તેમણે સવાલ કર્યો કે જો કોંગ્રેસના દાવા મુજબ 10 લાખ લોકો આવવાના હતા તો મેદાનમાં આટલી મોટી સંખ્યામાં લોકો કેમ જોવા મળ્યા નહીં. આ સાથે તેમણે કોંગ્રેસના વોટ ચોરીના આરોપો પર પણ નિશાન સાધ્યું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત