મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઈલોન મસ્કના વિવાદિત નિવેદન પર ઓવૈસીની પ્રતિક્રિયા, કહ્યું- 'PM મોદીનો વિરોધી છું પણ...'

ઈલોન મસ્કના વિવાદિત નિવેદન પર ઓવૈસીની પ્રતિક્રિયા, કહ્યું- 'PM મોદીનો વિરોધી છું પણ...'
તસવીર: Google
આ સમાચાર સાંભળો

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ઈલોન મસ્કના વિવાદિત નિવેદનો પર કડક પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધી છું અને રહીશ, પરંતુ કોઈ પણ વિદેશી ઉદ્યોગપતિને ભારત સરકાર પર ટિપ્પણી કરવાનો કે દેશને આદેશ આપવાનો કોઈ હક નથી.' આ સમગ્ર વિવાદ ઈલોન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની 'સ્ટારલિંક'ને ભારતમાં મંજૂરી મળવામાં થઈ રહેલા વિલંબથી શરૂ થયો હતો.

ઈલોન મસ્કનો આક્ષેપ અને સરકારની સ્પષ્ટતા

SpaceX અને Teslaના સીઈઓ ઈલોન મસ્કે આરોપ લગાવ્યો હતો કે કેટલાક ઉદ્યોગપતિઓ પોતાનો દબદબો જાળવી રાખવા માટે સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી રોકી રહ્યા છે. મસ્કે મુકેશ અંબાણી પર નિશાન સાધતાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, શું અંબાણી ભારતના અસલી બોસ છે અને તેમને મુકેશ અંબાણીને વડાપ્રધાન પણ કહી દીધું હતું. જોકે, કેન્દ્ર સરકારે આ ભેદભાવના આક્ષેપોને ફગાવી દીધા છે. સરકારના જણાવ્યા અનુસાર, સ્ટારલિંક, રિલાયન્સ જિઓ અને વનવેબ ત્રણેય કંપનીઓની સુરક્ષા તપાસ ચાલી રહી છે અને સુરક્ષા સ્પષ્ટતા તથા સ્પેક્ટ્રમ મંજૂરી વિના કોઈને પણ સેવા શરૂ કરવાની પરવાનગી આપી શકાય નહીં.

ભાજપના 'રાષ્ટ્રવાદ' પર ઓવૈસીના સવાલ

હૈદરાબાદમાં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ અને કેન્દ્ર સરકારના વલણ સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે પ્રશ્ન કર્યો હતો કે ભાજપ અને મોદી સરકાર વિદેશી કે 'ગોરી ચામડી' વાળા લોકોથી આટલી બધી કેમ ડરે છે? ઓવૈસીએ ભારપૂર્વક જણાવ્યું કે દેશના સંસાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે માત્ર ભારત પોતે જ નક્કી કરશે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી હતી કે તેઓ ઈલોન મસ્કને સ્પષ્ટ શબ્દોમાં કહી દે કે ભારત પોતાના નિર્ણયો જાતે લે છે અને કોઈપણ વિદેશી કંપનીના ફાયદા માટે પોતાના દેશના નાગરિકોના હિતોનો ભોગ આપવામાં નહીં આવે. જોકે, ઓવૈસીએ સ્પષ્ટપણે ઉમેર્યું હતું કે પીએમ મોદીનો વિરોધ કરવાનો અર્થ એ નથી કે ઈલોન મસ્ક જેવા વિદેશી ઉદ્યોગપતિનું સમર્થન કરવામાં આવે.

આ સમાચાર શેર કરો