Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Tej Pratap files nomination from Mahua, carrying grandmother's photo

Bihar Election: દાદીનો ફોટો સાથે લઈ જઈને તેજપ્રતાપે મહુઆથી નોંધાવી ઉમેદવારી

Timeછેલ્લું અપડેટ : 16 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Bihar Election: દાદીનો ફોટો સાથે લઈ જઈને તેજપ્રતાપે મહુઆથી નોંધાવી ઉમેદવારી
સોર્સ : google

બિહાર વિધાનસભા ચૂંટણી માટે તેજ પ્રતાપ યાદવે વૈશાલી જિલ્લાના મહુઆથી ઉમેદવારી નોંધાવી છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત એ હતી કે તેજ પ્રતાપ ઉમેદવારી નોંધાવવા માટે તેમની દાદીનો ફોટો પોતાની સાથે લાવ્યા હતા. તેજ પ્રતાપ યાદવ પક્ષના કાર્યકરો અને પદાધિકારીઓ સાથે મહુઆ પહોંચ્યા હતા. અહીં સબ-ડિવિઝનલ ઓફિસ ખાતે ઓફિસર સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

App Store

તેજ પ્રતાપ યાદવે 2015 માં પહેલીવાર મહુઆ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડીને જીત્યા હતા. પત્રકારો સાથે વાત કરતા તેજ પ્રતાપે કહ્યું, "અમે અમારા આખા પરિવારને અમારી સાથે લાવ્યા છીએ. અમારી દાદી અમારા ગુરુ છે. જ્યારે ગુરુના, માતાપિતાના અને દાદીના આશીર્વાદ હોય તો કોઈ પણ બેઠક પરથી જીત મળી શકે છે.

તેજ પ્રતાપે જનશક્તિ જનતા દળ નામે પાર્ટી બનાવી બિહાર ઈલેક્શનમાં 21 સીટો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. લાલુ પ્રસાદે પાર્ટીમાંથી અને પરિવારમાંથી દૂર કર્યા બાદ તેજપ્રતાપે બાગી તેવર બતાવ્યા છે.