Video: છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ બાદ શરદ પવાર પુણેની હોસ્પિટલમાં સારવાર હેઠળ

સોર્સ: gstv

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય કૃષિ મંત્રી શરદ પવારને છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ બાદ પુણેની રૂબી હોલ ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી શરદ પવાર દુષ્કાળગ્રસ્ત વિસ્તારોના પ્રવાસે હતા. આ દરમિયાન અચાનક તેમની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલ ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. છાતીમાં દુખાવાની ફરિયાદને પગલે તબીબો દ્વારા તેમની તબિયત પર સતત નજર રાખવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત