Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : All JDU candidates announced for Bihar assembly elections

Bihar Election:નીતિશ કુમારની JDUએ ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર, 44 લોકોને આપી ટિકિટ

Timeછેલ્લું અપડેટ : 16 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Bihar Election:નીતિશ કુમારની JDUએ ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર, 44 લોકોને આપી ટિકિટ
સોર્સ : GSTV

બિહાર વિધાનસભા ચૂંટણી માટે જનતા દળ યુનાઇટેડ (JDU)એ પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. નીતિશ કુમારની પાર્ટીએ બીજી યાદીમાં 44 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. આ પહેલા JDUએ પ્રથમ યાદીમાં 57 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. મહત્ત્વપૂર્ણ છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAનો ભાગ રહેલા JDU અને ભાજપ સૌથી વધુ 101-101 બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. 

App Store

JDUએ પ્રથમ યાદીમાં 57 ઉમેદવારના નામ કર્યા હતા જાહેર

નીતિશ કુમારની JDUએ પ્રથમ યાદીમાં 57 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં જાહેર થયેલી યાદીમાં ઘણા જૂના ચહેરાઓની સાથે કેટલાક નવા નેતાઓને પણ સ્થાન અપાયું છે. JDUની રણનીતિ મુજબ, પાર્ટીએ સામાજિક સંતુલન અને પ્રાદેશિક સમીકરણોને ધ્યાનમાં રાખીને ટિકિટોનું વિતરણ કર્યું છે.

આ યાદીમાં મંત્રી શ્રવણ કુમાર, વિજય કુમાર ચૌધરી અને મહેશ્વર હજારી સહિત અનેક અગ્રણી નેતાઓના નામનો સમાવેશ થાય છે. જેડીયુ ટિકિટ પર ઉમેદવારી નોંધાવનાર અનંત સિંહનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. 

JDU તરફથી જારી કરાયેલા લીસ્ટમાં પહેલીવાર 4 મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી. મધેપુરાથી કવિતા શાહા, ગાયઘાટથી કોમલસિંહ, સમસ્તીપુરથી અશ્વમેઘ દેવી, અને વિભૂતિપુરથી રવીના કુશવાહાને ઉતારવામાં આવ્યા છે.