મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદશે કે નહીં, કેન્દ્રીય મંત્રીએ આપ્યો આ જવાબ

ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું બંધ કરશે કે ચાલુ રાખશે એવો કેન્દ્રીય વાણિજ્ય મંત્રી

ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદશે કે નહીં, કેન્દ્રીય મંત્રીએ આપ્યો આ જવાબ

ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું બંધ કરશે કે ચાલુ રાખશે એવો કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલને સવાલ કરાતા તેનો સીધી જવાબ નહોતો આપ્યો. તેમણે કહ્યું કે આ મુદ્દે વિદેશ મંત્રાલય વાત કરશે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે એક પોસ્ટમાં દાવો કર્યો હતો કે, અમેરિકા સાથે સોદો થતાં જ ભારત રશિયા પાસેથી  ક્રૂડ ખરીદવાનું બંધ કરશે. ભારતે હજુ સુધી આનો જવાબ આપ્યો નથી.

મીડિયા અહેવાલોમાં સૂત્રોને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે, ભારત તેના નાગરિકોની જરૂરિયાતોને આધારે નિર્ણયો લેશે. તેમાં કહેવામાં આવ્યું છે કે શ્રેષ્ઠ સોદા ઓફર કરતી બિન-મંજૂરી પ્રાપ્ત સંસ્થાઓ પાસેથી ક્રૂડ ખરીદી બજારમાં ચાલુ રહેશે. ભાવ બજારની સ્થિતિના આધારે નક્કી કરવામાં આવશે.
 
કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે, ભારતને અમેરિકી અર્થવ્યવસ્થાથી ઓછા ટેરિફનો સામનો કરવો પડ્યો છે. જે અન્ય અર્થવ્યવસ્થાઓની તુલનામાં ઘણું ઓછું છે. બંને દેશોની વચ્ચેની વેપારી ડિલ  ભારતીય ખેડૂતોને કોઈ નુકસાન નહીં પહોંચાડે. અમેરિકા આપણા પાડોશી દેશો વિયેતનામ અને બાંગ્લાદેશ પર 20 ટકા ઇન્ડોનેશિયા પર 19 ટકા અને ચીન પર 35 ટકા ટેરિફ લગાવે છે. આપણી ઘણી વસ્તુઓ વગર ટેરિફે અમેરિકા મોકલી શકે છે. 

જે ઉત્પાદનોમાં ભારત આત્મનિર્ભર છે તેને  સોદામાંથી બાકાત રખાયા

તેમણે કહ્યું કે જે ઉત્પાદનોમાં ભારત આત્મનિર્ભર છે તેમને આ સોદાના અવકાશમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. જેનેટિકલી મોડિફાઈડ પાક, માંસ, પોલ્ટ્રી, ડેરી, સોયાબીન, મકાઈ. ચોખા, ઘઉં, ખાંડ, જુવાર, બાજરા, રાગી સહિત બરછટ અનાજને ઓછા ટેરિફ પર ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

તેમણે એમ પણ કહ્યું કે કેળા, સ્ટ્રોબેરી, ચેરી અને ખાટા ફળો પર કોઈ છૂટ આપવામાં આવી નથી. લીલી ચા, કાબુલી ચણા, મગ, તેલીબિયાં, મગફળી, બિન-આલ્કોહોલિક પીણાં, સ્ટાર્ચ, ઇથેનોલ અને તમાકુ પર ડિલમાં કોઈ છૂટછાટ આપી નથી. આમ, ભારતીય ખેડૂતોને સુરક્ષિત રાખવામાં આવ્યા છે.
 
તેમણે કહ્યું કે, ઘણા કૃષિ ઉત્પાદનો એવા પણ છે જેને અમેરિકામાં નિકાસ કરવામાં આવે તો શૂન્ય ટેરિફ લાગશે. આમાં મસાલા, ચા, કોફી, નાળિયેર, નાળિયેર  તેલ, કાજુ  ઉપરાંત ઘણા ફળો અને શાકભાજીનો સમાવેશ થાય છે.

વિપક્ષ પર ખેડૂત વિરોધી હોવાનો આરોપ લગાવ્યો

તેમણે વિપક્ષ પર પણ નિશાન સાધતા કહ્યું કે, આ દેશમાં કેટલાક લોકો ખેડૂત વિરોધી છે અને ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે. આ લોકો આશ્ચર્યચકિત છે કે ભારત-અમેરિકા વેપાર કરાર હેઠળ કૃષિ ઉત્પાદનોને છૂટછાટ આપવામાં આવી નથી.

સંસદમાં બધું વાંચી શકાતું નથી: ગોયલ

સંસદમાં ટ્રેડ ડિલની ચર્ચા મુદ્દે કહ્યું કે, સંસમાં શું કરવું જોઈએ અને શું નહીં તે અધ્યક્ષ નક્કી કરે છે. સંસદમાં દરેક વાતો ના વાંચી શકાય. કેટલીક બાબતો દેશના લોકો સુધી સીધી પહોંચાડવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે વેપાર કરારને કારણે દેશમાં ખુશીની લહેર છે. દેશના દરેક ક્ષેત્રમાં ઉત્સાહ છે. આ સોદો દરેક ક્ષેત્ર માટે ફાયદાકારક રહેશે.

આ સમાચાર શેર કરો