NDA 26 સેકન્ડમાં મેનિફેસ્ટો જાહેર કરી કેમ ભાગ્યું; નીતિશ કુમાર ક્યાં છે? કોંગ્રેસે કર્યા પ્રહાર
બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા NDAના સંકલ્પ પત્ર

બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા NDAના સંકલ્પ પત્ર પર વિપક્ષે પ્રહાર કર્યા છે. કોંગ્રેસના સુપરવાઇઝર અશોક ગહેલોતે જૂઠનો પુલ ગણાવ્યો છે. અશોક ગહેલોતે કહ્યું, "માત્ર 26 સેકન્ડમાં મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો અને પછી મીડિયાના સવાલોથી બચીને ભાગી ગયા. આ લોકતંત્ર માટે ખતરનાક સંકેત છે."
શું નીતિશ કુમાર બીમાર છે?-ગહેલોતે પૂછ્યો પ્રશ્ન
પટણાની હોટલ મૌર્યામાં આયોજિત પત્રકાર પરિષદમાં ગહેલોતે સવાલ ઉઠાવતા કહ્યું, "20 વર્ષથી સરકારમાં રહીને NDAએ શું કામ કર્યું, ક્યા વચન પૂર્ણ કર્યા, તેનો જવાબ કેમ નથી આપતા? અને આ પ્રસંગે નીતિશ કુમાર ક્યાં હતા? શું તે બીમાર છે કે પછી તેમણે ખુદ પોતાના વચનો પર વિશ્વાસ નથી રહ્યો?"
અશોક ગહેલોતે કહ્યું કે કોંગ્રેસ જે વચન કરી રહી છે તેને પૂરા પણ કરી રહી છે. ગહેલોતે કહ્યું, "અમે દરેક વચ કેબિનેટ પાસ કરાવીને પૂર્ણ કરીશું. જનતા હવે જુમલા નથી, જવાબ માંગે છે."
મોકામા કાંડની તપાસ થાય-અનુપમ
કોંગ્રેસના નેતા અનુપમે મોકામામાં હત્યાની ઘટના પર કહ્યું કે, "NDA ઉમેદવારના કાફલામાં હથિયારો ક્યાંથી આવ્યા? તેની ન્યાયિક તપાસ જરૂરી છે."
NDAનો મેનિફેસ્ટો એક થાકેલું ભાષણ-RJD
કોંગ્રેસની વાતોને સમર્થન આપતા RJDના પ્રવક્તા ચિતરંજન ગગને કહ્યું કે NDAનું મેનિફેસ્ટો એક થાકેલુ ભાષણ છે જેમાં ના તો કોઇ યોજના છે અને ના તો કોઇ નિયત.જનતા હવે સમજી ગઇ છે કે અસલી મુદ્દા રોજગાર, શિક્ષણ અને ઉદ્યોગ છે અને તેના પર NDA પાસે કોઇ જવાબ નથી." ગગને કટાક્ષ કરતા કહ્યું, નીતિશ કુમાર હવે NDAમાં મુખ્યમંત્રી ઓછા મહેમાન વધારે લાગી રહ્યા છે. ભાજપે તેમણે કિનારે કરી દીધા છે અને જનતા આ બધુ સ્પષ્ટ જોઇ રહી છે.







