Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : NDA's manifesto for Bihar elections released

125 યૂનિટ ફ્રી વીજળી-1 કરોડ નોકરીઓ-4 નવા શહેરમાં મેટ્રો; બિહાર ચૂંટણી માટે NDAનો સંકલ્પ પત્ર જાહેર

Timeછેલ્લું અપડેટ : 31 Oct 2025
લાઇવ ટીવીGoogle News
125 યૂનિટ ફ્રી વીજળી-1 કરોડ નોકરીઓ-4 નવા શહેરમાં મેટ્રો; બિહાર ચૂંટણી માટે NDAનો સંકલ્પ પત્ર જાહેર
સોર્સ : GSTV

બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDA પોતાનો ચૂંટણી ઢંઢેરો (સંકલ્પ પત્ર) જાહેર કર્યો છે. NDA પોતાના મેનિફેસ્ટોમાં રોજગાર,મહિલા સશક્તિકરણ અને કૃષિ વિકાસ પર ભાર મુક્યો છે.NDAના સંકલ્પ પત્રમાં રોજગાર, વિકાસ, શિક્ષણ, સ્વાસ્થ્ય સાથે જોડાયેલા 25 મુખ્ય વચન આપવામાં આવ્યા છે.

App Store

બિહારમાં NDAના સંકલ્પ પત્રના મુખ્ય વચન

  • 1 કરોડ સરકારી નોકરી અને રોજગાર
  • કૌશલ જનગણના કરીને કૌશલ આધારિત રોજગાર આપવામાં આવશે.
  • દરેક જિલ્લામાં મેગા સ્કિલ સેન્ટર સ્થાપિત કરીને બિહારને ગ્લોબલ સ્કિલિંગ સેન્ટરના રૂપમાં સ્થાપિત કરવામાં આવશે.
  • મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ મહિલાઓને 2 લાખ રૂપિયા સુધીની સહાયની રકમ આપવામાં આવશે.
  • 1 કરોડ મહિલાઓને 'લખપતિ દીદી' બનાવવામાં આવશે.
  • 'મહિલા મિશન કરોડપતિ'ના માધ્યમથી ચિન્હિત મહિલા ઉદ્યમીઓને કરોડપતિ બનાવવાની દિશામાં કામ કરવામાં આવશે.
  • અતિ પછાત વર્ગને વિવિધ વ્યવસાયિક ગ્રુપને 10 લાખ રૂપિયાની સહાયતા આપવામાં આવશે.
  • સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે, જે અતિ પછાત વર્ગની વિવિધ જાતિઓના સામાજિક અને આર્થિક સ્થિતિનું આકલન કરીને તેમના સશક્તીકરણ માટે ન્યાય યોગ્ય પગલા ભરવા હેતુ સરકારને સૂચન કરશે.
  • દરેક ખેડૂતનું સમ્માન, દરેક પાકની યોગ્ય કિંમત.
  • કર્પૂરી ઠાકુર કિસાન સમ્માન નિધિની શરૂઆત કરીને ખેડૂતોને પ્રતિ વર્ષ 3000 રૂપિયા, કૂલ 9000 રૂપિયાનો લાભ આપવામાં આવશે.
  • એગ્રી-ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 1 લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે.
  • 5 મેગા ફૂડ પાર્ક સ્થાપવામાં આવશે અને કૃષિ નિકાસ ડબલ કરવામાં આવશે.
  • 2030 સુધી કઠોળ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવામાં આવશે.
  • બિહાર ગતિ શક્તિ માસ્ટર પ્લાન રજૂ કરવામાં આવશે.
  • 7 એક્સપ્રેસ વે બનાવવામાં આવશે.
  • 3600 કિલોમીટર રેલ ટ્રેકનું આધુનિકીકરણ કરવામાં આવશે.
  • અમૃત ભારત એક્સપ્રેસ અને નમૌ રેપિડ રેલ સેવાનો વિસ્તાર કરવામાં આવશે.
  • 4 નવા શહેરોમાં મેટ્રો સેવા શરૂ કરવામાં આવશે.
  • આધુનિક શહેરી વિકાસ અને કનેક્ટિવીટી
  • 'ન્યૂ પટણા'માં ગ્રીનફીલ્ડ શહેર અને મુખ્ય શહેરોમાં સેટેલાઇટ ટાઉનશિપ વિકસિત કરવામાં આવશે.
  • માં જાનકીના જન્મસ્થળને વિશ્વસ્તરીય આધ્યાત્મિક નગરી 'સીતાપુરમ'ના રૂપમાં વિકસિત કરવામાં આવશે.
  • પટણા નજીક ગ્રીનફીલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તથા દરભંગા, પૂર્ણિયા અને ભાગલપુરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વિકસિત કરવામાં આવશે.
  • 10 નવા શહેરોમાં ઘરેલુ ઉડાન શરૂ કરવામાં આવશે.
  • વિકસિત બિહાર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ માસ્ટર પ્લાન બનાવવામાં આવશે.
  • મફત રાશન
  • 125 યૂનિટ મફત વીજળી
  • 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર
  • 50 લાખ નવા પાકા મકાન
  • સામાજિક સુરક્ષા પેન્શન આપવામાં આવશે.
  • તમામ ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને કેજીથી પીજી સુધી મફત ગુણવત્તાપૂર્ણ શિક્ષણ આપવામાં આવશે.
  • મિડ-ડે મીલ સાથે પૌષ્ટિક નાશ્તો અને સ્કૂલોમાં આધુનિક સ્કિલ લેબની સુવિધા આપવામાં આવશે.
  • વર્લ્ડ ક્લાસ 'એજ્યુકેશન સિટી'ની સ્થાપના કરવામાં આવશે.
  • 5000 કરોડ રૂપિયાથી મુખ્ય જિલ્લા સ્કૂલોનું કાયાકલ્પ કરવામાં આવશે.
  • બિહારને દેશના AI હબ તરીકે સ્થાપિત કરવા માટે 'સેન્ટર્સ ઓફ એક્સલન્સ' સ્થાપીને દરેક નાગરિકને AIની ટ્રેનિંગ આપવામાં આવશે.
  • હબ નિર્માણ ટેક્સટાઇલ, ટેક,એક્સપોર્ટ)
  • બિહારને મખાના, માછલી અને અન્ય ઉત્પાદનોના ગ્લોબલ એક્સપોર્ટ સેન્ટરના રૂપમાં વિકસિત કરવામાં આવશે.
  • વિશ્વસ્તરીય મેડિસિટીનું નિર્માણ કરવામાં આવશે.
  • દરેક જિલ્લામાં સ્વીકૃત મેડિકલ કોલેજનું નિર્માણ સમયસર પૂર્ણ કરવામાં આવશે.
  • બિહાર સ્પોર્ટ્સ સિટીનું નિર્માણ કરવામાં આવશે.
  • રામાયણ/જૈન/બૌદ્ધ/ગંગા સર્કિટનો વિકાસ કરવામાં આવશે.
  • 5 વર્ષમાં બિહારને પૂર મુક્ત બનાવવામાં આવશે.