Video: ઐતિહાસિક ટર્નર મોરિસન બિલ્ડિંગમાં લાગી આગ

કોલકાતાના વ્યસ્ત ડલહાઉસી વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત ટર્નર મોરિસન બિલ્ડિંગના ત્રીજા માળે અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની સઘન કવાયત શરૂ કરી દીધી છે. બિલ્ડિંગમાંથી ધૂમ્રગોળાના કાળા ડિબાંગ ગોટેગોટા આકાશમાં છવાઈ જતા આસપાસના રસ્તાઓ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. સદ્નસીબે આ અકસ્માતમાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી, પરંતુ શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણસર લાગેલી આ આગથી મિલકતને નુકસાન થયાની આશંકા છે.
જાહેરાત





