મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ભારતના બજેટથી કયા કયા દેશોને થાય છે ફાયદો? 12 દેશોને મળશે કરોડોની આર્થિક સહાય

નાણામંત્રી નિર્મલા સીતારમણે ગતરોજ કેન્દ્રીય બજેટ રજૂ

ભારતના બજેટથી કયા કયા દેશોને થાય છે ફાયદો? 12 દેશોને મળશે કરોડોની આર્થિક સહાય

નાણામંત્રી નિર્મલા સીતારમણે ગતરોજ કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. ભારતનું બજેટ માત્ર દેશની અર્થવ્યવસ્થા જ નહીં, પરંતુ વિદેશ નીતિ અને પ્રાદેશિક પ્રભાવને આકાર આપવામાં પણ મોટી ભૂમિકા ભજવે છે. દર વર્ષે વિદેશ મંત્રાલય હેઠળ કરવામાં આવતી ફાળવણી એ દર્શાવે છે કે ભારત કયા દેશોને વિકાસ કાર્યો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવીય સહાય માટે પ્રાથમિકતા આપે છે.

'પડોશી પહેલા' નીતિને મજબૂતી

સરકારે પોતાની 'નેબરહુડ ફર્સ્ટ' નીતિને વધુ મજબૂત બનાવી છે. વિદેશ મંત્રાલયના કુલ રૂ.20,516 કરોડના બજેટમાંથી આશરે રૂ.5,483 કરોડ વિદેશી દેશોને સહાય આપવા માટે રાખવામાં આવ્યા છે.

ભૂતાન: ભારતની સહાય મેળવનારા દેશોમાં ભૂતાન રૂ. 2,150 કરોડ સાથે ટોચ પર છે. આ રકમ મુખ્યત્વે જળવિદ્યુત પ્રોજેક્ટ્સ, રોડ કનેક્ટિવિટી અને આર્થિક સહયોગ માટે ફાળવવામાં આવી છે.

નેપાળ: નેપાળને રૂ.700 કરોડ ફાળવવામાં આવ્યા છે, જે દ્વિપક્ષીય વિકાસ સહયોગમાં સાતત્ય દર્શાવે છે.

માલદીવ: માલદીવને આપવામાં આવતી સહાયમાં વધારો કરીને રૂ. 600 કરોડ કરવામાં આવી છે.

શ્રીલંકા: આર્થિક સંકટમાંથી બહાર આવી રહેલા શ્રીલંકા માટે સહાય વધારીને રૂ. 300 કરોડ કરવામાં આવી છે.

મ્યાનમાર: માનવીય જરૂરિયાતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પડકારોને પહોંચી વળવા માટે સહાય રૂ. 250 કરોડથી વધારીને રૂ. 350 કરોડ કરવામાં આવી છે.

અફઘાનિસ્તાન: અફઘાનિસ્તાન માટેની સહાય રૂ. 200 કરોડથી ઘટાડીને રૂ. 100 કરોડ કરવામાં આવી છે. ભારત અત્યારે અફઘાનિસ્તાન સાથે માત્ર માનવીય સહાય પૂરતું જ જોડાયેલું છે.

દક્ષિણ એશિયાની બહાર પણ ભારતનો પ્રભાવ

ભારતે હવે દક્ષિણ એશિયાની સીમાઓ ઓળંગીને અન્ય દેશોમાં પણ પોતાની પહોંચ વધારી છે:

આફ્રિકન દેશો: કુલ મળીને રૂ. 225 કરોડની સહાય.

યુરેશિયા અને લેટિન અમેરિકા: આ વિસ્તારો માટે કુલ રૂ. 100 કરોડ ફાળવાયા છે. (લેટિન અમેરિકા માટે અલગથી રૂ.60 કરોડની જોગવાઈ હતી).

ઈરાન: ઈરાન માટે રૂ. 100 કરોડની વિશેષ ફાળવણી કરવામાં આવી છે.

મોરેશિયસ: અહીં સહાય થોડી ઘટાડીને રૂ. 500 કરોડ કરવામાં આવી છે.

સેશેલ્સ: સેશેલ્સ માટેની ફાળવણી ઘટાડીને રૂ. 19 કરોડ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો