મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

વિક્રમ બત્રાનો પરિવાર આજે ક્યાં છે? ટાઇગર હિલ પર લહેરાવ્યો હતો તિરંગો, ડિમ્પલને પણ ભૂલ્યા લોકો

આજે કારગિલ વિજય દિવસની 26મી વર્ષગાંઠ છે અને આ પ્રસંગે કેપ્ટન વિક્રમ બત્રાને લોક

વિક્રમ બત્રાનો પરિવાર આજે ક્યાં છે? ટાઇગર હિલ પર લહેરાવ્યો હતો તિરંગો, ડિમ્પલને પણ ભૂલ્યા લોકો

આજે કારગિલ વિજય દિવસની 26મી વર્ષગાંઠ છે અને આ પ્રસંગે કેપ્ટન વિક્રમ બત્રાને લોકો યાદ કરી રહ્યાં છે, જે કારગીલ યુદ્ધમાં 7 જુલાઇ 1999માં બલિદાન આપીને શહીદ થયા હતા.  વિક્રમ બત્રાએ પોતાનો જીવ આપીને દુશ્મનના કબ્જામાંથી ટાઇગલ હિલ પોઇન્ટ 4875ને છોડાવ્યું હતું અને તિરંગો લહેરાવ્યો હતો. કેપ્ટન વિક્રમ બત્રા અને તેના પ્રેમની કહાની બોલિવૂડ ફિલ્મ શેરશાહમાં પણ દર્શાવવામાં આવી છે જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ કેપ્ટન વિક્રમ બત્રાની ભૂમિકા ભજવી હતી.

ક્યા છે ડિમ્પલ ચીમા?

ડિમ્પલ ચીમા કેપ્ટન વિક્રમ બત્રાની ફિયાન્સી હતી. ડિમ્પલ વર્તમાનમાં ચંદીગઢમાં રહે છે અને એક સ્કૂલમાં ટીચર છે. કેપ્ટન વિક્રમ બત્રાની શહીદી બાદ ડિમ્પલે લગ્ન નથી કર્યા પણ તેની યાદો સાથે જીવવાનો નિર્ણય લીધો. ડિમ્પલે પોતાનું જીવન સમાજ સેવા અને શિક્ષણ કાર્યને સમર્પિત કર્યું છે. ડિમ્પલ સાર્વજનિક રીતે ઘણી ઓછી જોવા મળે છે. ડિમ્પલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે વિક્રમને પોતાની આત્માનો ભાગ માને છે અને તેમની યાદો સાથે જીવવા માંગે છે અને તેમની યાદો સાથે જીવી રહી છે.

ક્યા છે કેપ્ટન વિક્રમ બત્રાનો પરિવાર?

કેપ્ટન વિક્રમ બત્રાનો પરિવાર હિમાચલ પ્રદેશના કાંગડાના પાલમપુર શહેરમાં રહે છે. કેપ્ટનની માતા કમલકાંતા બત્રાનું નિધન ફેબ્રુઆરી 2024માં હાર્ટ એટેકને કારણે થયું હતું.

કોણ છે કેપ્ટન વિક્રમ બત્રા?

કેપ્ટન વિક્રમ બત્રા ભારતીય સેનાની 13 જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સના અધિકારી હતા, જેમને ઓપરેશન વિજય દરમિયાન પોઇન્ટ 5140 અને પોઇન્ટ 4875ને દુશ્મનોના કબ્જામાંછી છોડાવીને તિરંગો લહેરાવ્યો હતો. તે 7 જુલાઇ 1999માં પોઇન્ટ 4875 પર દુશ્મનો સાથે લડતા શહીદ થયા હતા, તેમની બહાદૂરી માટે ભારત સરકારે તેમને દેશના સર્વોચ્ચ સૈન્ય સમ્માન મરણોપરાંત પરમવીર ચક્રથી સન્માનિત કર્યા હતા, તેમને જે પોઇન્ટ 4875 પર તિરંગો લહેરાવ્યો હતો, તેને બત્રા ટોપ તરીકે ઓળખવામાં આવે છે, તેમના નામ પર દેશભરમાં કેટલાક રસ્તા, સ્કૂલ અને સૈન્ય ચોકીઓ ખુલી છે. કારગિલ યુદ્ધમાં તેમને 'યે દિલ માંગે મોર'નો નારો આપ્યો હતો.

કેપ્ટન વિક્રમ બત્રાની પ્રેમ કહાની

કેપ્ટન વિક્રમ બત્રા અને ડિમ્પલ ચીમાની પ્રેમ કહાનીએ માત્ર પ્રેમ,સમર્પણ, બલિદાન અને દેશભક્તિનું પ્રતિક છે. વિક્રમ બત્રા અને ડિમ્પલ ચીમાની મુલાકાત 1995માં પંજાબ યૂનિવર્સિટી ચંદીગઢમાં થઇ હતી. બન્ને ત્યાં MA ઇંગ્લિશ કરતા હતા. ડિમ્પલે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમની અને વિક્રમની પહેલા મિત્રતા થઇ હતી જે આગળ જઇને પ્રેમમાં બદલાઇ ગઇ હતી. 1996માં જ્યારે વિક્રમ બત્રા MA કોર્સ છોડીને ભારતીય સૈન્ય એકેડમી (IMA)માં ગયો ત્યારે પણ તે પત્ર અને ફોન કોલ્સ દ્વારા સંપર્કમાં રહેતા હતા.

વિક્રમે ડિમ્પલ સાથે લગ્નનું વચન આપ્યું હતું અને કહ્યું હતું કે તે સેનામાં પોતાની ફરજ પૂર્ણ કર્યા બાદ સાથે જીવન વિતાવશે. વિક્રમે ડિમ્પલને પોતાના લોહી ભરેલો એક પત્ર લખ્યો હતો જેમાં તેને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.કારગિલ યુદ્ધ (1999) દરમિયાન વિક્રમે ડિમ્પલને કહ્યું હતું કે તે યુદ્ધમાંથી પરત ફરીને લગ્ન કરશે પરંતુ વિક્રમની શહાદતે ડિમ્પલ સાથે તેમના લગ્નના સપનાને પણ અધૂરા છોડી દીધા. સાથે જ બન્નેની પ્રેમ કહાની પણ અધૂરી રહી ગઇ હતી.

આ સમાચાર શેર કરો