મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જ્યારે-જ્યારે CM પસંદ કરવામાં ભાજપને લાગ્યો 72 કલાકનો સમય, સરપ્રાઇઝ ચહેરાની થઇ એન્ટ્રી

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના જ બનશે પરંતુ ચહેરાને લઇને સસ્પેન્સ છે. દિલ્હ

જ્યારે-જ્યારે CM પસંદ કરવામાં ભાજપને લાગ્યો 72 કલાકનો સમય, સરપ્રાઇઝ ચહેરાની થઇ એન્ટ્રી

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના જ બનશે પરંતુ ચહેરાને લઇને સસ્પેન્સ છે. દિલ્હીથી લઇને મુંબઇ સુધી કેટલાક નામ મુખ્યમંત્રીની રેસમાં સામેલ છે પરંતુ 2014 પછી મુખ્યમંત્રીની પસંદગીમાં જ્યારે જ્યારે પણ ભાજપે 72 કલાક કરતા વધુનો સમય લગાવ્યો છે ત્યારે મુખ્યમંત્રીની ખુરશી પર સરપ્રાઇઝ ચહેરાની જ એન્ટ્રી થઇ છે.એવામાં મહારાષ્ટ્રને લઇને પણ કેટલીક અટકળો લાગી રહી છે. અહીં પણ 72 કલાક કરતા વધુનો સમય વિતી ગયો છે.

  • 2024માં ભાજપને ઓડિશામાં સરકાર બનાવવાની તક મળી હતી. અહીં ભાજપને મુખ્યમંત્રી પસંદ કરવામાં 8 દિવસનો સમય લાગ્યો હતો. પાર્ટીએ મોહન માઝીના નામ પર મોહર લગાવી હતી. માઝી આદિવાસી સમાજમાંથી આવે છે.

ઓડિશામાં મુખ્યમંત્રી પદ માટે ધર્મેન્દ્ર પ્રધાન અને મનમોહન સાંબલ જેવા મુખ્ય દાવેદાર હતા પરંતુ મોહન માઝીના રૂપમાં સરપ્રાઇઝ ચહેરાની એન્ટ્રી થઇ હતી.

  • 2023ના અંતમાં ભાજપને રાજસ્થાનમાં પણ સત્તા મળી હતી. અહીં પણ મુખ્યમંત્રી પદને લઇને માથાકુટ થતા 9 દિવસનો સમય લાગ્યો હતો. અંતમાં ભજનલાલ શર્માના નામ પર સહમતિ બની હતી. પ્રથમ વખત ધારાસભ્ય ચૂંટાયેલા રાજસ્થાન ભાજપના મહાસચિવ હતા. 2023માં રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ માટે વસુંધરા રાજે, કિરોડીલાલ મીણા જેવા મોટા દાવેદાર હતા.
  • 2023માં ભાજપ મધ્ય પ્રદેશમાં સત્તામાં પરત ફરી હતી. તે સમયે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ હતા. શિવરાજ ચૌહાણ જ મુખ્યમંત્રી પદના ફ્રન્ટરનર પણ હતા પરંતુ અંતિમ સમયે તેમનું પત્તુ કપાયું હતું. શિવરાજની જગ્યાએ મોહન યાદવને મુખ્યમંત્રીની ખુરશી મળી હતી.

મોહન યાદવ તે સમયે મુખ્યમંત્રી પદની રેસમાં પણ નહતા. મધ્ય પ્રદેશમાં ભાજપને મુખ્યમંત્રી પસંદ કરવામાં 8 દિવસનો સમય લાગ્યો હતો.

  • 2023ના અંતમાં ભાજપને છત્તીસગઢમાં જીત મળી હતી. પાર્ટીમાં મુખ્યમંત્રી પદ માટે રમનસિંહ અને અરૂણ સાવ જેવા મુખ્ય દાવેદાર હતા પરંતુ ભાજપે સૌને ચોકાવતા મુખ્યમંત્રીની ખુરશી વિષ્ણુદેવ સાયને સોપી હતી.

છત્તીસગઢમાં પણ ભાજપને મુખ્યમંત્રી પસંદ કરવામાં 7 દિવસનો સમય લાગ્યો હતો.

  • 2017માં ભાજપને દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં જીત મળી હતી. સરકાર પૂર્ણ બહુમતમાં હતી માટે તમામની નજર મુખ્યમંત્રીની ખુરશી પર હતી. મુખ્યમંત્રી પદ માટે રેસમાં મનોજ સિન્હા, કેશવ પ્રસાદ મૌર્ય જેવા મોટા નામ સામેલ હતા. ભાજપને ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી પસંદ કરવામાં 9 દિવસનો સમય લાગ્યો હતો.

જ્યારે ભાજપે યુપીમાં મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો તો તમામ ચોકી ગયા હતા. ભાજપે તત્કાલીન ગોરખપુરના સાંસદ યોગી આદિત્યનાથને મુખ્યમંત્રીની ખુરશી સોપી હતી.

આ પણ વાંચો: ફડણવીસના માથા પર તાજ કે પછી ભાજપ ચોંકાવશે? મહાયુતિ નેતાઓ સાથે આજે અમિત શાહની બેઠક

  • 2014માં ભાજપ મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી હતી. શરદ પવારની NCPએ બહારથી સમર્થન આપ્યું હતું. આ વર્ષે ભાજપન સરકારની રચના કરવામાં 7 દિવસનો સમય લાગ્યો હતો. દિલ્હીથી જ્યારે રાજનાથ સિંહ સુપરવાઇઝર બનીને આવ્યા ત્યારે ધારાસભ્ય દળની બેઠક મળી હતી. ધારાસભ્ય દળની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસને નેતા ચૂંટવામાં આવ્યા હતા. ફડણવીસ તે સમયે ભાજપના પ્રદેશ અધ્યક્ષ હતા.

ફડણવીસની એન્ટ્રી સરપ્રાઇઝ ચહેરા તરીકે થઇ હતી. ભાજપમાં તે સમયે નીતિન ગડકરી, વિનોદ તાવડે અને પંકજા મુંડે મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર હતા.

આ સમાચાર શેર કરો