મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ફડણવીસના માથા પર તાજ કે પછી ભાજપ ચોંકાવશે? મહાયુતિ નેતાઓ સાથે આજે અમિત શાહની બેઠક

મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીના નામ પર ચાલી રહેલ સસ્પેન્સ આજે સમાપ્ત થઇ શકે છે. સૂત્રો અનુસાર

ફડણવીસના માથા પર તાજ કે પછી ભાજપ ચોંકાવશે? મહાયુતિ નેતાઓ સાથે આજે અમિત શાહની બેઠક

મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીના નામ પર ચાલી રહેલ સસ્પેન્સ આજે સમાપ્ત થઇ શકે છે. સૂત્રો અનુસાર દેવેન્દ્ર ફડણવીસને ફરી એક વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. બુધવારે એકનાથ શિંદેએ જાહેરાત કરી હતી કે ભાજપ જેને પણ મુખ્યમંત્રી બનાવવા ઇચ્છે શિવસેના તેનું સમર્થન કરશે. શિંદેએ સ્પષ્ટ કર્યું હતું કે તેમને PM મોદી અને અમિત શાહનો દરેક નિર્ણય મંજૂર છે.

મહાયુતિના નેતાઓ દિલ્હીમાં કરશે બેઠક

મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે આજે સાંજે 4 વાગ્યે દિલ્હી પહોંચશે. ગૃહમંત્રી અમિત શાહ સાથે મહાયુતિના નેતાઓની મુખ્યમંત્રીને લઇને 5.30 વાગ્યે બેઠક છે.શિંદે દ્વારા ખુદને મુખ્યમંત્રીની પદની રેસમાંથી બહાર કરવાથી દેવેન્દ્ર ફડણવીસ રેસમાં આગળ થઇ ગયા છે. જોકે, મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી કોણ બનશે તેને લઇને ભાજપમાં બેઠક ચાલી રહી છે. બુધવાર રાત્રે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત માટે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટી મહાસચિવ વિનોદ તાવડે વચ્ચે એક મહત્ત્વની બેઠક મળી હતી.

ફડણવીસના નામ સાથે ભાજપને સતાવી રહી છે આ ચિંતા

આ મીટિંગ 40 મિનિટ સુધી ચાલી હતી. કેન્દ્રીય નેતૃત્ત્વને મહારાષ્ટ્રમાં ગેર-મરાઠા મુખ્યમંત્રી બનાવવા પર મરાઠા સમુદાય નારાજ થવાની ચિંતા છે. આ વાત પર ચર્ચા થઇ કે જો રાજ્યમાં ફરી દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવામાં આવે તો મરાઠા વોટ કઇ રીતે જાળવી રખાય.

આ પણ વાંચો: 'મહાયુતિમાં બધું બરાબર', એકનાથ શિંદેને ભાજપે કેવી રીતે મનાવ્યા? જાણો Inside Story

આજે સાંજે અમિત શાહ ફરી દિલ્હીમાં બેઠક કરવા જઇ રહ્યાં છે. આ બેઠકમાં કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે, ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને NCP પ્રમુખ અજિત પવાર ત્રણેય હાજર રહેશે. આશા કરવામાં આવે છે કે અમિત શાહની આ બેઠક બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત થઇ શકે છે.

મુંબઇમાં પણ મળી બેઠક

એક તરફ NCP નેતા પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેએ દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત કરી હતી તો NCP નેતા છગન ભુજબલ અને ગિરીશ મહાજને મુંબઇ દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. આ બધા વચ્ચે સમાચાર છે કે હવે મુખ્યમંત્રીની ખુરશી પર લઇને મંત્રાલયને લઇને પણ રોડમેપ તૈયાર કરવામાં આવી રહી છે. સુત્રો અનુસાર મહાયુતિ સરકારમાં ભાજપના 20, શિવસેના 11-12 અને NCPને 10 મંત્રી પદ મળી શકે છે. જોકે, ડેપ્યુટી સીએમ કોણ બનશે તેના પર સસ્પેન્સ યથાવત છે.

આ સમાચાર શેર કરો