જ્યારે મનમોહન સિંહે એક ફોન કરીને તોડાવ્યો હતો વિરોધ પક્ષના મુખ્યમંત્રીનો ઉપવાસ, આ હતો સમગ્ર મામલો
દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે રાજધાની નવી દિલ્હીમાં નિધન થયું હ

દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે રાજધાની નવી દિલ્હીમાં નિધન થયું હતું. કોંગ્રેસ નેતા અને આર્થિક સુધારાના પ્રણેતા સિંહના નિધન પર દેશ અને દુનિયાભરની હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે. આ દરમિયાન, ઘણા દિગ્ગજો ભૂતપૂર્વ વડા પ્રધાન સાથેના તેમના જૂના દિવસોની વાતો યાદ કરી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીની સરકારમાં વર્તમાન કેન્દ્રીય કૃષિ મંત્રી અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ મનમોહન સિંહ સાથે સંબંધિત એક સંસ્મરણને યાદ કર્યું છે.
આ પણ વાંચો: જ્યારે સોનિયા ગાંધીથી ખૂબ નારાજ થયા હતા મનમોહન સિંહ, આપી હતી રાજીનામું આપવાની ધમકી
મધ્યપ્રદેશના ચાર વખત મુખ્યમંત્રી રહી ચુકેલા ભાજપના વરિષ્ઠ નેતા શિવરાજ સિંહ ચૌહાણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, "ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન, પ્રખ્યાત અર્થશાસ્ત્રી ડો. મનમોહન સિંહજી આજે આપણી વચ્ચે નથી. તેમનું નિધન છે. દેશ માટે ક્યારેય ન ભરાય શકે તેવું નુકશાન છે."
'મને હંમેશા ઘણા વિષયો પર તેમનું માર્ગદર્શન મળતું હતું'
તેમણે આગળ લખ્યું, "તે ખૂબ જ નમ્ર અને સરળ હતા. મુખ્યમંત્રી તરીકે મને હંમેશા ઘણા વિષયો પર તેમનું માર્ગદર્શન મળતું હતું. ડો.સાહેબ સ્વચ્છ રાજકારણના પર્યાય હતા. 90ના દાયકામાં તેમની ઉદારીકરણની નીતિઓએ ભારતીય અર્થતંત્રને વેગ આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી."
"મને એક સ્મૃતિ યાદ છે. અગાઉ પાલાને રાષ્ટ્રીય આપત્તિ માનવામાં આવતી ન હતી અને હું આ સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. જ્યારે મેં આ મુદ્દો વડાપ્રધાન સમક્ષ મૂક્યો, ત્યારે તેમણે એક સમિતિની રચના કરી અને મને આદરણીય પ્રણવ મુખર્જી અને શરદ પવારજી સાથે તેમાં સ્થાન આપ્યું. આખરે સમિતિએ પાલાને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરી."
આ પણ વાંચો: 'ચમકતી બ્લેક BMW નહીં, મારી ગાડી તો મારુતી 800 છે', પૂર્વ PM મનમોહનની સાદગીના લોકો હતા કાયલ
'આપણા વડાપ્રધાન ક્યારેય અંડર અચીવર ન હોઈ શકે'
તેમણે આલ કહ્યું, "ડો.સાહેબનું વ્યક્તિત્વ વિઝનરી હતું. મને તેમના માટે હંમેશા આદર હતો. એકવાર વોશિંગ્ટનની મુલાકાત દરમિયાન એક પત્રકારે તત્કાલિન વડા પ્રધાનને 'અંડર અચીવર' કહ્યા, મેં તરત જ જવાબ આપ્યો અને સન્માનપૂર્વક કહ્યું કે આપણા વડાપ્રધાન ક્યારેય અંડર અચીવર ન હોઈ શકે."
"ડો. સાહેબ હંમેશા પક્ષીય રાજકારણથી ઉપર ઉઠ્યા અને રાજ્યોને દરેક શક્ય સહયોગ આપ્યો. એકવાર હું મધ્યપ્રદેશમાં ખેડૂતોની સમસ્યાઓને લઈને ઉપવાસ પર બેઠો ત્યારે તેમની ખૂબ જ ઉદારતા હતી કે તેમણે મને ફોન પર તરત જ ઉપવાસ તોડવાનું કહ્યું અને સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી.તેઓ ખરેખર મહાન હતા, ચોક્કસપણે તેમનું નિધન ભારતીય રાજકારણ માટે એક મોટી ખોટ છે. ભગવાન તેમને તેમના ચરણોમાં સ્થાન આપે. નમ્ર શ્રદ્ધાંજલિ!"








