મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પુણેઃ શિવાજી મહારાજની પ્રતિમાને ખંડિત કરવાના વિરોધમાં 2 જૂથ વચ્ચે હિંસક અથડામણ, સ્થિતિ કાબુમાં

મહારાષ્ટ્રના પુણેથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. દૌંડ તાલુકાના યવતમાં બે જ

પુણેઃ શિવાજી મહારાજની પ્રતિમાને ખંડિત કરવાના વિરોધમાં 2 જૂથ વચ્ચે હિંસક અથડામણ, સ્થિતિ કાબુમાં

મહારાષ્ટ્રના પુણેથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. દૌંડ તાલુકાના યવતમાં બે જૂથો વચ્ચે તણાવ સર્જાયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક વોટ્સએપ ગ્રુપમાં વાંધાજનક પોસ્ટને કારણે તણાવ પેદા થયો હતો. જેને પગલે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા છે. ભીડને વિખેરી પરિસ્થિતિને કાબુમાં લેવા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા છે. ગત શુક્રવાર, 25 જુલાઈની સવારે યવતમાં એક સમુદાયના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ પોસ્ટ કરી હતી, જેના પછી તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. શિવાજી મહારાજની પ્રતિમા તોડફોડના વિરોધમાં રેલી નીકળી હતી. 

પુણેના દૌંડ ગામમાં બે જૂથ વચ્ચે થયેલી અથડામણે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. હકિકતમાં 26 જુલાઈ, શનિવારના રોજ, દૌંડ તાલુકાના યવતના નીલકંઠેશ્વર મંદિરમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સાથે છેડછાડની ઘટના બની હતી. આ કૃત્ય કરનાર વ્યક્તિ એક ચોક્કસ સમુદાયનો હોવાનું કહેવાય છે, જેને પોલીસે કસ્ટડીમાં લીધો છે. એ પછી યવત વિસ્તારમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. જેમાં આજે વધુ એક વાંધાજનક પોસ્ટને લીધે પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી.

શિવાજી મહારાજની પ્રતિમાને ખંડિત કરવા બદલ હિન્દુ સમાજની લાગણી દુભાઈ હતી. બાદમાં તેના વિરોધમાં ભાજપ ધારાસભ્ય ગોપીચંદ પડલકરે ભાજપના કાર્યકરો સાથે બેઠક કરી યવતમાં રેલી કાઢી હતી. ત્યારબાદ તુરંત યવતના એક ધાર્મિક સ્થળે પથ્થરમારો થયો હોવાની ઘટના બની હોવાના અહેવાલ મળ્યા હતાં. તે દરમિયાન સોશિયલ મીડિયા પર કથિત ભડકાઉ પોસ્ટ વાઈરલ થતાં આ ક્ષેત્રમાં તણાવ સર્જાયો હતો.

સોશિયલ મીડિયાના લીધે થઈ હિંસા

મીડિયા રિપોર્ટ અનુસાર, એક સોશિયલ મીડિયા પોસ્ટના કારણે બે જૂથો વચ્ચે હિંસા થઈ હતી. સોશિયલ મીડિયા પોસ્ટ પર કથિત ભડકાઉ વાતો કરવામાં આવી હતી. જેના લીધે પરિસ્થિતિ બેકાબૂ બની હતી. પોલીસે સ્થિતિ નિયંત્રણમાં લેવા ટિયર ગેસના ગોળા છોડ્યા હતા તેમજ લાઠીચાર્જ પણ કર્યો હતો. અનેક લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. પોલીસે અમુક લોકોની ધરપકડ કરી હતી. પોલીસે વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. સુરક્ષા દળની વધારાની ટુકડી પણ તૈનાત કરવામાં આવી છે. પોલીસે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવનારાની શોધ શરૂ કરી છે, લોકોને શાંતિ જાળવવા અપીલ છે.

પુણે ગ્રામ્ય SPએ કહ્યું કે, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. યવત ગામમાં હાલ માહોલ શાંત પડ્યો છે. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. એક ધાર્મિક સ્થળ પર પથ્થરમારા બાદ મામલો બિચક્યો હતો. ટોળાએ પથ્થરમારો કરી અનેક વાહનોને આગ ચાંપી હતી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા ટિયરગેસના શેલ છોડ્યા હતા.

આ સમાચાર શેર કરો