મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સાપથી પીછો છોડાવવા આ યુવક કાકાના ઘરે ગયો તો ત્યાં પણ ના છોડ્યો, સતત છઠ્ઠીવાર કરડ્યો

ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં એક યુવકને છઠ્ઠી વખત સાપે ડંખ માર્યો છે. આ યુવક સાથે દોઢ મ

સાપથી પીછો છોડાવવા આ યુવક કાકાના ઘરે ગયો તો ત્યાં પણ ના છોડ્યો, સતત છઠ્ઠીવાર કરડ્યો

ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં એક યુવકને છઠ્ઠી વખત સાપે ડંખ માર્યો છે. આ યુવક સાથે દોઢ મહિનામાં છઠ્ઠી વખત આવી ઘટના બની છે. સાપે ડંખ મારવા છતાં સદ્નસીબે આ વખતે પણ તેનો બચાવ થયો હતો. પરંતુ નવાઈની વાત એ છે કે સાપથી બચવા યુવક પહેલા તેની માસીના ઘરે ગયો. ત્યાં પણ સાપે ના છોડ્યો તો હવે તેના કાકાના ઘરે રહેવા ગયો. પરંતુ કાકાના ઘરે પણ સાપે પોતાનો શિકાર બનાવ્યો. સાપ તેને વારંવાર પોતાનો શિકાર બનાવી રહ્યાની ઘટનાથી યુવકના પરિવાર સહિત આ વિસ્તારના લોકો અને યુવકની સારવાર કરી રહેલા ડોકટરો પણ અચંબિત થયા છે.
 
 સમગ્ર ઘટના ફતેપુર જિલ્લાના માલવા પોલીસ સ્ટેશન વિસ્તારના સૌરા ગામનો છે. અહીં રહેતા 24 વર્ષીય યુવક વિકાસ દુબેને દોઢ મહિનામાં એક કે બે વાર નહીં પરંતુ 6 વખત સાપે ડંખ માર્યો છે. દર વખતે સારવાર બાદ વિકાસ સાજો થઈ ગયો. તે હજુ પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કારણ કે, ગત દિવસોમાં તેને છઠ્ઠી વખત સાપે ડંખ માર્યો હતો.

નવાઈની વાત એ છે કે વિકાસ દુબેએ સાપથી પીછો છોડાવવા પોતાનું ઘર છોડીને માસીના ઘરે ગયો તો ત્યાં પણ સાપે ડંખ માર્યો હતો. હવે તે કાકાના ઘરે ગયો તો ત્યાં પણ ફરી એક વખત સાપે ડંખ મારતા તે કંઈ સમજી શકતો નથી. કે સાપનો પીછો છોડાવવા શું કરવું. 

પીડિત વિકાસ દુબેના જણાવ્યા પ્રમાણે લગભગ દોઢ મહિનામાં તેને 6 વખત સાપે ડંખ માર્યો. દરેક વખતે તે બચી ગયો છે. સાપ કરડે તે પહેલા તેને આભાસ થાય છે કે સાપ તેના પર હુમલો કરવા જઈ રહ્યો છે. આ ઘટના પર તબીબો સહિત અનેક લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

વિકાસ દુબેને દોઢ મહિનામાં 6 વખત સાપ કરડ્યો હતો. પરંતુ દર વખતે સારવાર બાદ યુવક સાજો થઈ ગયો. યુવકની સારવાર કરી રહેલા તબીબોને પણ આશ્ચર્ય થયું છે કે, સાપ કરડ્યા બાદ તે ફરીથી કેવી રીતે સાજો થઈ રહ્યો છે. નોંધનીય છે કે, સાપના ડરથી યુવક પોતાનું ઘર છોડીને તેની માસીના ઘરે રહેવા લાગ્યો હતો. પરંતુ સાપે તેને ત્યાં પણ છોડ્યો નહિ. સાપે તેને તેની માસીના ઘરે પણ પોતાનો શિકાર બનાવ્યો હતો. હવે ફરી એક વખત તેના કાકાના ઘરે સાપે ડંખ મારતા આ ઘટનાથી યુવક તેમજ તેના પરિવારના સભ્યો ખૂબ પરેશાન છે. તેઓ ભવિષ્ય વિશે ચિંતિત છે.

વિકાસના કહેવા પ્રમાણે, 2 જૂને રાત્રે 9 વાગ્યે પથારીમાંથી ઉઠતી વખતે તેને પહેલીવાર સાપ કરડ્યો હતો. જે બાદ પરિવાર તેને એક ખાનગી નર્સિંગ હોમમાં લઈ ગયો. ત્યાં બે દિવસ દાખલ હતો. સારવાર બાદ તે સ્વસ્થ થઈને ઘરે આવ્યો હતો. પરિવારને લાગ્યું કે, આ સામાન્ય ઘટના છે. પરંતુ 10 જૂનની રાત્રે ફરીથી સાપે તેને ડંખ માર્યો હતો. ફરી પરિવારના સભ્યો તેને હોસ્પિટલ લઈ ગયા. સદનસીબે આ વખતે પણ સારવાર બાદ તે સાજો થઈ ગયો.

જોકે, તે સાપથી ડરી ગયો અને સાવચેતી રાખવા લાગ્યો. પરંતુ સાત દિવસ પછી (17 જૂન) સાપે તેને ઘરમાં ફરી એક વાર ડંખ માર્યો, જેના કારણે હાલત ખરાબ થવા લાગી અને પરિવારના સભ્યો ડરી ગયા. પછી તેને એ જ હોસ્પિટલમાં સારવાર લીધી અને સાજો થઈ ગયો.

નવાઈની વાત એ છે કે, ચોથી વખત સાપે 7 દિવસ પણ પસાર થવા દીધા નથી. ઘટનાના ચોથા દિવસે ફરી એકવાર સાપે વિકાસને ડંખ માર્યો હતો. જ્યારે પરિવારજનો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા તો ડૉક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. જોકે, આ વખતે પણ તે સારવાર બાદ બચી ગયો હતો. આવી સ્થિતિમાં, સંબંધીઓ અને ડૉક્ટરે સલાહ આપી કે, વિકાસને થોડા દિવસો માટે બીજે ક્યાંક મોકલવો જોઈએ.

ડોક્ટરની સલાહને પગલે વિકાસ તેની માસીના ઘરે (રાધાનગર) રહેવા ગયો હતો. પરંતુ ગત શુક્રવારે રાત્રે 12 વાગ્યાના સુમારે તેને ફરીથી ઘરમાં સાપ કરડ્યો હતો. જે બાદ પરિવારે તેને તે જ હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં વિકાસે સારવાર કરાવી હતી. આ પછી યુવક કાકાના ઘરે ગયો તો ત્યાં પણ સાપે ડંખ મારતા હાલમાં સારવાર હેઠળ છે.

આ ઘટના અંગે લોકો જુદી-જુદી વાતો કરી રહ્યા છે. ડૉક્ટરો પણ આશ્ચર્યચકિત છે. પરિવારના સભ્યો ભવિષ્યમાં કંઈક અનિચ્છનીય ઘટના બનવાની સંભાવનાથી ડરી રહ્યા છે. તેમને લાગે છે કે વિકાસને સાપ ફરી ડંખ મારી શકે છે.

આ સમાચાર શેર કરો