મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

તમિલનાડુમાં વિજયનો મુખ્યમંત્રી બનવાનો રસ્તો સાફ, VCKએ જાહેર કર્યું સત્તાવાર સમર્થન

આખરે તમિલનાડુમાં વિજયનો મુખ્યમંત્રી બનવાનો રસ્તો સાફ થઈ ગયો છ

તમિલનાડુમાં વિજયનો મુખ્યમંત્રી બનવાનો રસ્તો સાફ, VCKએ જાહેર કર્યું સત્તાવાર સમર્થન
આ સમાચાર સાંભળો

આખરે તમિલનાડુમાં વિજયનો મુખ્યમંત્રી બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. વિડુથલાઈ ચિરુથાઈગલ કાચી (VCK)એ સત્તાવાર રીતે સમર્થન જાહેર કરતાં વિજયની પાર્ટી તમિલગા વેટ્ટરી કઝગમ (TVK)ને બહુમતીનો 118નો જાદુઇ આંકડો મળી ગયો છે. 

TVKને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો

તમિલનાડુના રાજકારણમાં એક મોટો વળાંક જોવા મળ્યો છે, જેમાં VCK પ્રમુખ થોલ. તિરુમાવલવને સત્તાવાર રીતે વિજયની પાર્ટી TVKને સમર્થન જાહેર કર્યું છે. તિરુમાવલવને ટીવીકેના ચૂંટણી પ્રચાર સંચાલન અને જનરલ સેક્રેટરી આધવ અર્જુનને સમર્થનનો સત્તાવાર પત્ર સોંપ્યો હતો. આ પત્ર દ્વારા VCK એ રાજ્યમાં સરકાર બનાવવા માટેTVKને પોતાનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. 

તમિલનાડુમાં કઈ પાર્ટી પાસે કેટલી બેઠકો?

તમિલનાડુ વિધાનસભાની 234 બેઠકોમાંથી TVK 108, DMKને 59 બેઠકો, AIADMKને 47, કોંગ્રેસ 5, PMKને 4, IUML 2, CPI 2, CPI(M) 2, VCK 2 અને BJP, DMDK તથા AMMKને 1-1 બેઠક મળી છે.

આ સમાચાર શેર કરો