VIDEO: તમિલનાડુમાં TVKને કોંગ્રેસનું સમર્થન, બીજી તરફ 5 ધારાસભ્યો હૈદરાબાદ શિફ્ટ કરાયા
તમિલનાડુમાં નવી સરકાર રચવાને લઈને ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે એક મોટ
તમિલનાડુમાં નવી સરકાર રચવાને લઈને ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના તમામ 5 ધારાસભ્યોને હૈદરાબાદ શિફ્ટ કરવામાં આવ્યા છે. જોકે, કોંગ્રેસે અભિનેતા અને રાજનેતા વિજયની પાર્ટી TVKને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે, તેમ છતાં ધારાસભ્યોને અન્ય રાજ્યમાં ખસેડવામાં આવતા રાજકારણ તેજ બન્યું છે. TVK પ્રમુખ વિજયે શુક્રવારે અનેક વિરોધ પક્ષોનું સમર્થન મેળવ્યા બાદ તમિલનાડુમાં સરકાર બનાવવાનો ઔપચારિક દાવો રજૂ કર્યો છે. વિજયે ચેન્નાઈના રાજભવનમાં રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી અને સહયોગી પક્ષો તેમજ અપક્ષ સમર્થકોના સમર્થન પત્ર સોંપ્યા હતા.




