તમિલનાડુમાં TVK પ્રમુખ વિજય આવતીકાલે મુખ્યમંત્રી પદના લેશે શપથ, રાજ્યપાલે સરકાર રચવા આપ્યું આમંત્રણ

તમિલનાડુના રાજકારણમાં એક નવો ઈતિહાસ રચાવવા જઈ રહ્યો છે. TVK (તમિલગ વેટ્ટ્રી કઝગમ) પ્રમુખ અને લોકપ્રિય અભિનેતા વિજય આવતીકાલે સવારે 11 વાગ્યે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ, સત્તા માટે ચાલેલી લાંબી રાજકીય ખેંચતાણનો આખરે અંત આવ્યો છે. રાજ્યપાલે સરકાર રચવા વિજયને આમંત્રણ આપ્યું છે.
સાથી પક્ષો દ્વારા વિજયને પૂર્ણ સમર્થન જાહેર કરવામાં આવ્યા બાદ તેમનો મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળો થયો છે. ઉલ્લેખનીય છે કે, વિજયની પાર્ટીએ ગઠબંધન સાથે મળીને બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. કોંગ્રેસ સહિતના સાથી દળોના ટેકાથી હવે તમિલનાડુમાં સત્તા પરિવર્તન નિશ્ચિત બન્યું છે.
વિજયના શપથગ્રહણ સમારોહને લઈને તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સિનેમાના પડદા પર રાજ કર્યા બાદ હવે વિજય વાસ્તવિક જીવનમાં રાજ્યની ગાદી સંભાળશે. આ શપથવિધિ સાથે જ તમિલનાડુમાં દ્રવિડિયન રાજકારણના એક નવા પ્રકરણની શરૂઆત થશે.

