કેરળનું નામ બદલાશે, મોદી કેબિનેટે રાજ્ય સરકારના પ્રસ્તાવને આપી મંજૂરી, જાણો શું હશે નામ
ભારતના દક્ષિણી રાજ્ય કેરળનું નામ બદલાઈ જશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેન્દ્

ભારતના દક્ષિણી રાજ્ય કેરળનું નામ બદલાઈ જશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેન્દ્રીય મંત્રીમંડળે કેરળનું નામ બદલવાના રાજ્ય સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી છે. મોદી કેબિનેટે રાજ્ય સરકારે ભલામણ કરેલા કેરળના નવા નામ ઉપર મહોર મારી છે. કેન્દ્રીય મંત્રીમંડળે કેરળનું નામ બદલીને 'કેરળમ' કરવાના રાજ્ય સરકારના પ્રસ્તાવને મંગળવારે મંજૂરી આપી દીધી છે.
કેરળનું નામ બદલીને 'કેરળમ'
ભારતના દક્ષિણી રાજ્ય કેરળનું નામ બદલાઈ જશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેન્દ્રીય મંત્રીમંડળે કેરળનું નામ બદલવાના રાજ્ય સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી છે. મોદી કેબિનેટે રાજ્ય સરકારે ભલામણ કરેલા કેરળના નવા નામ ઉપર મહોર મારી છે. કેન્દ્રીય મંત્રીમંડળે કેરળનું નામ બદલીને 'કેરળમ' કરવાના રાજ્ય સરકારના પ્રસ્તાવને મંગળવારે મંજૂરી આપી દીધી છે.
કેન્દ્ર સરકારે દક્ષિણ ભારતના રાજ્ય કેરળનું નામ બદલવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. સેવા તીર્થ કેબિનેટની પ્રથમ બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, હવે સત્તાવાર રીતે કેરળનું નામ 'કેરલમ' (Keralam) રહેશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય વિધાનસભાએ આ પહેલા જ સત્તાવાર રેકોર્ડમાં નામ બદલવાનો પ્રસ્તાવ પસાર કરી દીધો હતો.
વિધાનસભામાં બે વાર પસાર થયો હતો પ્રસ્તાવ
મુખ્યમંત્રી પિનરાઈ વિજયને વર્ષ 2024માં આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમની માંગ હતી કે બંધારણની આઠમી અનુસૂચિમાં સામેલ તમામ ભાષાઓમાં રાજ્યનું નામ 'કેરળ' થી બદલીને 'કેરલમ' કરવામાં આવે.
જૂન 2024: વિધાનસભાએ બીજી વખત આ પ્રસ્તાવ પસાર કર્યો હતો.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પ્રથમ પ્રસ્તાવની સમીક્ષા કર્યા બાદ કેટલાક ટેકનિકલ ફેરફારો સૂચવ્યા હતા, જેનો અમલ કરીને નવો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો.
શા માટે 'કેરલમ'?
મુખ્યમંત્રી પિનરાઈ વિજયને આ ફેરફાર પાછળનું કારણ સમજાવતા કહ્યું હતું કે, "મલયાલમ ભાષામાં આપણા રાજ્યને 'કેરલમ' જ કહેવામાં આવે છે. રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામના સમયથી જ મલયાલમ ભાષી સમુદાયો માટે 'સંયુક્ત કેરલમ' બનાવવાની માંગ ઉઠી રહી હતી. જોકે, બંધારણની પ્રથમ અનુસૂચિમાં રાજ્યનું નામ 'કેરળ' લખવામાં આવ્યું છે. આથી અમે કેન્દ્રને અનુરોધ કર્યો હતો કે બંધારણના અનુચ્છેદ 3 હેઠળ તાત્કાલિક સુધારો કરી તેને તમામ ભાષાઓમાં 'કેરલમ' કરવામાં આવે."
મે મહિનામાં છે વિધાનસભા ચૂંટણી
કેરળમાં આગામી મે મહિના પહેલા વિધાનસભાની 140 બેઠકો માટે ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. જોકે, ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર તારીખો જાહેર કરવામાં આવી નથી, પરંતુ તે પહેલા નામ બદલવાનો આ નિર્ણય રાજકીય દ્રષ્ટિએ પણ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.








