મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ભાજપનો આરોપ- 'TMCના ગુંડાઓ ધમકાવી રહ્યા છે', સપાએ કહ્યું 'કનૌજમાં વોટ નાખવા નથી દેતા'

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં ઉત્તરપ્રદેશ સહિત 10 રાજ્યોમાં મતદાન થઈ રહ્યું છે. ચ

ભાજપનો આરોપ- 'TMCના ગુંડાઓ ધમકાવી રહ્યા છે', સપાએ કહ્યું 'કનૌજમાં વોટ નાખવા નથી દેતા'

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં ઉત્તરપ્રદેશ સહિત 10 રાજ્યોમાં મતદાન થઈ રહ્યું છે. ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો પર વિવિધ રાજકીય પક્ષોના કુલ 1717 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં આંધ્ર પ્રદેશમાં 454, બિહારમાં 55, જમ્મુ-કાશ્મીરમાં 24, ઝારખંડમાં 45, મધ્ય પ્રદેશમાં 74, મહારાષ્ટ્રમાં 298, ઓડિશામાં 37, તેલંગાણામાં 525, ઉત્તર પ્રદેશમાં 130 અને પશ્ચિમ બંગાળમાં 75 ઉમેદવારોનો સમાવેશ થાય છે. મોટાભાગના વિસ્તારોમાં શાંતિપૂર્ણ મતદાન વચ્ચે પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશમાં બબાલના સમાચાર છે. 

બંગાળમાં મતદાન દરમિયાન બીજેપી-ટીએમસીના કાર્યકરો વચ્ચે અથડામણ

પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં ભાજપ અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. દરમિયાન ટીએમસી નેતા રામ પ્રસાદ હલ્દરે આરોપ લગાવ્યો કે સવારે 6 વાગ્યાથી જ ભાજપના લોકો કેન્દ્રીય દળો સાથે આવીને મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે તેનો વિરોધ કર્યો, મતદારોએ પણ તેનો વિરોધ કર્યો. તેઓ બહારથી પોલિંગ એજન્ટ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહીં વિસ્તારના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. 

તે જ સમયે, બીજેપી ધારાસભ્ય લક્ષ્મણ ઘોરઈનું કહેવું છે કે ટીએમસીના ગુંડાઓએ વારંવાર અમારા પોલિંગ એજન્ટોને દુર્ગાપુરની ટીએન સ્કૂલ સ્થિત પોલિંગ બૂથમાંથી ભગાડી દીધા. બૂથ નંબર 22 પરથી અલ્પના મુખર્જી, બૂથ નંબર 83માંથી સોમનાથ મંડલ અને બૂથ નંબર 82માંથી રાહુલ સાહનીને વારંવાર બહાર ફેંકવામાં આવ્યા હતા.
 
ઉત્તર પ્રદેશમાં સપાએ સોશિયલ મીડિયા X  થકી બીજેપી પર આરોપ લગાવ્યો છે કે કન્નૌજ લોકસભા અંતર્ગત સદર વિધાનસભામાં બૂથ નંબર 353,354,357 પર આધાર કાર્ડ થતી વોટ નાંખવા દેવામાં આવતા નથી. ધીમી ગતિથી વોટિંગ કરવા દેવામાં આવી રહ્યું છે. ચૂંટણી પંચ આ બાબતને ધ્યાને લે. નિષ્પક્ષી મતદાન સુનિશ્ચિત કરાવે.

આંધ્રપ્રદેશમાં બબાલ, પોલિંગ એજન્ટો પર હુમલો

આંધ્રપ્રદેશની તમામ 25 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. મતદાન શરૂ થતાની સાથે જ પોલિંગ બૂથ પર બબાલના અહેવાલ સામે આવ્યા. જેમાં YCP કાર્યકરો પર માચેરલામાં TDP બૂથ એજન્ટો પર હુમલો કરવાનો આરોપ લાગ્યો હતો. હુમલામાં બે એજન્ટોને માથામાં ઈજા થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. TDPએ YSRCP નેતા રામચંદ્ર રેડ્ડી પર 7 પોલિંગ બૂથ એજન્ટોના અપહરણ અને કેદ કરવાનો આરોપ લગાવ્યો હતો.

શું કહ્યું રાજ્યસભા સાંસદે 

રાજ્યસભા સાંસદ રામ ગોપાલ યાદવે લખ્યું કે, 'ઉત્તરપ્રદેશના સરકારી કર્મચારીઓ, ખાસ કરીને પોલીસ કર્મચારીઓના મતદાનનો અધિકાર કેમ છીનવાઈ ગયો? વોટ્સએપ ગ્રૂપ દ્વારા ફોર્મ ભર્યા બાદ બેલેટ પેપર અધિકારીઓ સુધી પહોંચ્યા હતા, પરંતુ કર્મચારીઓને બેલેટ પેપર પર ટિક માર્ક્સ લગાવવા ન દેવાયા. સરકારી કર્મચારીઓને ડર છે કે તેમના મત અધિકારીઓ દ્વારા આપી દેવાયા છે. 

સેંકડો પોલીસકર્મીઓને લઈને કર્યો દાવો... 

તેમણે કહ્યું કે, સેંકડો પોલીસકર્મીઓએ મને ફોન કરીને મળીને આ આશંકા વ્યક્ત કરી છે. આ છેતરપિંડીની તપાસ થવી જોઈએ, દોષિત અધિકારીઓને સજા થવી જોઈએ અને આ પોસ્ટલ બેલેટ પ્રક્રિયાને રદ કરીને ફરીથી પારદર્શક પ્રક્રિયા દ્વારા હાથ ધરવામાં આવે. આ ઓપન બૂથ કેપ્ચરિંગ છે. સરકારી કર્મચારીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે.

  લોકસભા 2024ની ચૂંટણીમાં અત્યાર સુધીમાં ત્રણ તબક્કામાં કુલ 283 બેઠકો પર મતદાન થયું છે. લોકસભાની 102 બેઠકો માટે પ્રથમ તબક્કાનું એપ્રિલની 19મીએ, 88 બેઠકો માટે બીજા તબક્કાનું એપ્રિલની 26મીએ જ્યારે 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું 7મી મેએ મતદાન થયું હતું. ત્યારે આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો માટે મતદાન શરૂ થઇ ગયું છે.

આ સમાચાર શેર કરો