PM મોદીના પ્રવાસ વચ્ચે હિમાચલની હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા
હિમાચલ પ્રદેશના મંડીમાં શ્રી લાલ બહાદુર શાસ્ત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ નેરચૌકને બોમ્બથી ઉડાવ

હિમાચલ પ્રદેશના મંડીમાં શ્રી લાલ બહાદુર શાસ્ત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ નેરચૌકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. તંત્રએ સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલને ખાલી કરાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હિમાચલ પ્રવાસ વચ્ચે આ રીતની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે.
હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને પણ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. બોમ્બની ધમકી બાદ હોસ્પિટલમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો.
પટણા હરમંદિર સાહિબ ગુરુદ્વારાને પણ મળી ધમકી
બિહારના પટણામાં આવેલા તખ્ત શ્રી હરમંદિરજી પટણા સાહિબ ગુરૂદ્વારાને પણ RDX બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. પોલીસ અને બોમ્બ સ્કવોર્ડે તપાસ હાથ ધરતા ત્યા કોઇ વિસ્ફોટક મળ્યો નહતો.
જયપુરમાં સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
બીજી તરફ રાજસ્થાનના જયપુરમાં ફરી એક વખત સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. શિપ્રા પથ વિસ્તારમાં આવેલી મહર્ષિ અરવિંદ સ્કૂલને ઇ-મેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે, કોઇ શંકાસ્પદ વસ્તુ ના મળતા સ્કૂલ તંત્ર અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.








