Maharashtra Election: સૌથી અમીર ઉમેદવાર છે આ ગુજરાતી, પાંચ વર્ષમાં જ 575 ટકા સંપત્તિ વધી
મુંબઇના ઘાટકોપર પૂર્વથી ભાજપના ધારાસભ્ય પરાગ શાહની ચર્ચા થઇ રહી છે. આ ચર્ચાનું કારણ તેમની લો

મુંબઇના ઘાટકોપર પૂર્વથી ભાજપના ધારાસભ્ય પરાગ શાહની ચર્ચા થઇ રહી છે. આ ચર્ચાનું કારણ તેમની લોકપ્રિયતા કે તેમના દ્વારા કરવામાં આવેલા વિકાસના કામ નહીં પણ તેમની સંપત્તિ છે. પરાગ શાહ મુંબઇના ઘાટકોપર પૂર્વથી ભાજપના ધારાસભ્ય છે.પરાગ શાહ મૂળ ગુજરાતી જૈન છે. ભાજપે આ વખતે પણ તેમને ટિકિટ આપી છે. નોમિનેશન ભરતા સમયે તેમને સોગંદનામામાં પોતાની સંપત્તિ 3 હજાર 400 કરોડ રૂપિયા કરતા વધુ જણાવી છે. પરાગ શાહની સંપત્તિમાં 2019ની તુલનામાં 500 ટકા કરતા વધુનો વધારો થયો છે.
પરાગ શાહ સૌથી અમીર ઉમેદવાર
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024માં ભાજપે પરાગ શાહને ઘાટકોપર ઇસ્ટ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. પરાગ શાહ પાસે કૂલ સંપત્તિ 3,383.06 કરોડ રૂપિયા છે. પાંચ વર્ષમાં તેમની સંપત્તિ 575 ટકા વધી છે. 2019 વિધાનસભા ચૂંટણી દરમિયાન પરાગે પોતાની કૂલ સંપત્તિ 550.62 કરોડ રૂપિયા જણઆવી છે. પરાગ શાહ પર 54.14 કરોડ રૂપિયાનું દેવું પણ છે. વર્તમાન ભાજપ ધારાસભ્ય પરાગ શાહ રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે જોડાયેલા છે, તેમની કંપની કેટલાક રાજ્યમાં રિયલ એસ્ટેટનું કામ કરે છે.
રિયલ એસ્ટેટમાં જોડાયેલા છે પરાગ શાહ
પરાગ શાહ રિયલ એસ્ટેટના ધંધામાંથી રાજકારણમાં આવ્યા છે. પરાગ શાહે 2002માં મૈન ઇન્ફ્રાકંસ્ટ્રક્શન લિમિટેડ નામથી કંપની બનાવી હતી. પ્રથમ વખત તે 2017માં ઘાટકોપર પૂર્વ વિસ્તારમાંથી ભાજપની ટિકિટ પર કાઉન્સિલર ચૂંટાયા હતા. તે બાદ ભાજપે તેમને 2019ની વિધાનસભા ચૂંટણીમાં ઘાટકોપર પૂર્વથી ટિકિટ આપી હતી. પરાગ શાહે આ ચૂંટણી 53 હજાર કરતા વધુ મતથી જીતી લીધી હતી. ગુજરાતી વસ્તી ધરાવતો આ વિસ્તાર 1990થી જ ભાજપનો ગઢ રહ્યો છે.
આ પણ વાંચો: Maharashtra Election: 'મહાવિકાસ અઘાડીની ગાડીમાં ન પૈડા, ન બ્રેક', PM મોદીના શાબ્દિક પ્રહાર
મુંબઇના અન્ય કરોડપતિ ઉમેદવાર
વિધાનસભા ચૂંટણીમાં મુંબઇ મહાનગરપાલિકાના 10 સૌથી અમીર ઉમેદવારોની વાત કરીએ તો તેમાં પાંચ ઉમેદવાર ભાજપના છે. પ્રથમ નામ પરાગ શાહનું છે. બીજા નંબર પર માનખુર્દ શિવાજી નગરના સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અબુ આઝમીનું છે. અબુ આઝમીએ પોતાની સંપત્તિ 272 કરોડ રૂપિયા જાહેર કરી છે. તે બાદ માલાબાર હિલના ભાજપના ઉમેદવાર મંગલ પ્રભાત લોઢાનું નામ છે, તેમને 140 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. ઓવલા માજીવાડાના શિવસેનાના ઉમેદવાર પ્રતાપ સરનાઇકે 133 કરોડની સંપત્તિ જાહેર કરી છે.
મહત્ત્વપૂર્ણ છે કે વિધાનસભાની તમામ 288 બેઠક માટે એક તબક્કામાં મતદાન 20 નવેમ્બરે યોજાશે. મતગણતરી 23 નવેમ્બરે હાથ ધરાશે.








