મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ચેમ્પિયન્સ ટ્રોફીનું શિડ્યુલ આવી ગયું, આ તારીખે ભારતનો પાકિસ્તાન સાથે મુકાબલો

ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી

ચેમ્પિયન્સ ટ્રોફીનું શિડ્યુલ આવી ગયું, આ તારીખે ભારતનો પાકિસ્તાન સાથે મુકાબલો

ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 8 ટીમો વચ્ચે કૂલ 15 મેચ રમાશે. તમામ ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે. આ સિવાય ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ પણ ગ્રુપ Aમાં છે. જ્યારે ગ્રુપ Bમાં દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડને રાખવામાં આવ્યા છે. 

19 ફેબ્રુઆરીથી ટૂર્નામેન્ટનો પ્રારંભ

19 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રારંભ થશે. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કરાચીમાં પ્રથમ મેચ રમાશે. ભારત પોતાની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ દુબઇમાં બાંગ્લાદેશ સામે રમશે. 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે દુબઇમાં મેચ રમાશે. 4-5 માર્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિ ફાઇનલ મેચ રમાશે. 4 માર્ચે પ્રથમ સેમિ ફાઇનલ દુબઇમાં જ્યારે 5 માર્ચે બીજી સેમિ ફાઇનલ લાહોરમાં રમાશે. 9 માર્ચે લાહોરમાં ફાઇનલ મેચ રમાશે. જો ભારત ફાઇનલમાં પહોચ્યું તો ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ દુબઇમાં રમાશે.

ગ્રુપ-A: પાકિસ્તાન, ભારત, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ
ગ્રુપ-B: દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઇંગ્લેન્ડ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો કાર્યક્રમ

19 ફેબ્રુઆરી, પાકિસ્તાન વિ ન્યુઝીલેન્ડ, કરાચી, પાકિસ્તાન

20 ફેબ્રુઆરી, બાંગ્લાદેશ વિરુદ્ધ ભારત, દુબઈ

21 ફેબ્રુઆરી, અફઘાનિસ્તાન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, કરાચી, પાકિસ્તાન

22 ફેબ્રુઆરી, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, લાહોર, પાકિસ્તાન

23 ફેબ્રુઆરી, પાકિસ્તાન વિરુદ્ધ ભારત, દુબઈ

24 ફેબ્રુઆરી, બાંગ્લાદેશ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, રાવલપિંડી, પાકિસ્તાન

25 ફેબ્રુઆરી, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, રાવલપિંડી, પાકિસ્તાન

26 ફેબ્રુઆરી, અફઘાનિસ્તાન વિરુદ્ધ ઈંગ્લેન્ડ, લાહોર, પાકિસ્તાન

27 ફેબ્રુઆરી, પાકિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ, રાવલપિંડી, પાકિસ્તાન

28 ફેબ્રુઆરી, અફઘાનિસ્તાન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, લાહોર, પાકિસ્તાન

1 માર્ચ, દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, કરાચી, પાકિસ્તાન

2 માર્ચ, ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ભારત, દુબઈ

4 માર્ચ, સેમિ-ફાઇનલ 1, દુબઈ

5 માર્ચ, સેમિ-ફાઇનલ 2, લાહોર, પાકિસ્તાન

9 માર્ચ, ફાઈનલ, લાહોર (ભારત ક્વોલિફાય થાય તો ફાઇનલ દુબઇમાં રમાશે)

10 માર્ચ, રિઝર્વ ડે

ભારત અને ઓસ્ટ્રેલિયાએ 2-2 વખત જીત્યો છે ખિતાબ

ચેમ્પિયન્સ ટ્રોફી આ પહેલા 2017માં રમાઇ હતી જ્યારે પાકિસ્તાને ફાઇનલમાં ભારતીય ટીમને હરાવીને ખિતાબ જીત્યો હતો. 

ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ સિઝન 1998માં રમાઇ હતી ત્યારથી અત્યાર સુધી 8 સિઝન રમાઇ ચુકી છે.8માંથી સૌથી વધુ ભારત અને ઓસ્ટ્રેલિયાએ 2-2 વખત આ ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમે પ્રથમ વખત 2002માં શ્રીલંકા સાથે સંયુક્ત રીતે આ ખિતાબ જીત્યો હતો.

તે બાદ વર્ષ 2013માં બીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. આ સિવાય દક્ષિણ આફ્રિકા (1998), ન્યૂઝીલેન્ડ (2000), વેસ્ટ ઇન્ડિઝ (2004), ઓસ્ટ્રેલિયા (2006,2009) અને પાકિસ્તાન (2017)માં આ ખિતાબ જીત્યા છે.

આ સમાચાર શેર કરો